ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Mirzapur 3: 'મર્ઝાપુર 3'માં ઈશા તલવારની એન્ટ્રી, બદલા માટેનું કાવતરૂ શરૂ - મિર્ઝાપુર 3 ટૂંક સમયમાં આવશે

'મિર્ઝાપુર 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોમાં માધુરીનો રોલ કરી રહેલી ઈશા તલવાર પણ ત્રીજી સીઝનની રાહ જોઈ રહી છે, જેમાં તે પોતાના પતિના મોતનો બદલો લેવા જઈ રહી છે. ઈશા તલવાર 'સાસ બહુ ઔર ફ્લેમિંગો'માં પણ ડિમ્પલ કાપડિયા સાવિત્રીની ભૂમિકામાં છે.

પતિના મોતનો બદલો લેવા 'મિર્ઝાપુર 3'માં આવી રહી છે ઈશા તલવાર
પતિના મોતનો બદલો લેવા 'મિર્ઝાપુર 3'માં આવી રહી છે ઈશા તલવાર

By

Published : Jun 6, 2023, 10:25 AM IST

મુંબઈઃ અભિનેત્રી ઈશા તલવાર હાલમાં 'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહી છે. પોતાના રોલ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે કોઈ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે રસપ્રદ નાટક સિવાય બીજી કોઈ અપેક્ષા રાખશો નહીં. મિર્ઝાપુરમાં અભિનેત્રી માધુરી યાદવના રોલમાં છે. સીઝન 3 માં, તે મુન્ના ભૈયાની પત્ની તરીકે જોવા મળશે અને તેના પતિના મૃત્યુનો બદલો લેવા ગુડ્ડૂ પંડિત-અલી ફઝલ અને ગોલૂ ગુપ્તા-શ્વેતા ત્રિપાઠી શર્મા સામે ટકરાશે.

ઈશા તલવારનું નિવેદન: ઈશાએ કહ્યું, ''માધુરી યાદવ, જેમ કે અમે મિર્ઝાપુર સીઝન 2માં જોઈ ચૂક્યા છીએ. કાલીન ભૈયા પાસેથી સત્તા લગભગ છીનવાઈ ગઈ હતી, જેનું પાત્ર પંકજ ત્રિપાઠીએ ભજવ્યું હતું. જ્યારે તમે શોમાં આવા મહત્વપૂર્ણ પાત્રને જુઓ છો, ત્યારે ડ્રામા સિવાય બીજી કોઈ અપેક્ષા રાખશો નહીં. આ આગળનો ભગ છે જે શોની નજીકની બીજી સ્ટોરી માટે છોડી શકાય છે. એનું કારણ એ છે કે, મુન્નાના અવસાન વિશ મૂંઝવણમાં છે. હું વ્યક્તિગત અનુભવથી જાણું છું.

ઈશા તલવારની ફિલ્મ: ઈશા હાલમાં જ હોમી અદાજાનિયા દ્વારા નિર્દેશિત 'સાસ બહુ ઔર ફ્લેમિંગો'માં જોવા મળી હતી. 'સાસ બહુ ઔર ફ્લેમિંગો'માં પણ ડિમ્પલ કાપડિયા સાવિત્રીની ભૂમિકામાં છે, જે ડ્રગ કાર્ટેલ ચલાવે છે. તેની વહુ અંગિરા ધર અને ઈશા અને પુત્રી રાધિકા મદન તેની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ શોમાં નસીરુદ્દીન શાહ, જિમિત ત્રિવેદ, આશિષ વર્મા, મોનિકા ડોગરા, વરુણ મિત્રા, ઉદિત અરોરા અને દીપક ડોબરિયાલ સામેલ છે. તે હાલમાં ડેસ્ની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.

  1. Naseeruddin Shah: નસીરુદ્દીન શાહે ફિલ્મફેર એવોર્ડ્સને દરવાજાના હેન્ડલ પર લગાવી દીધા
  2. World Environment Day 2023: વિશ્વ પર્યાવરણ દિવસ 2023, આ બોલિવૂડ સાઉથ સેલેબ્સ છે નેચર લવર્સ
  3. Akshay Kumar New Film Shooting: 'ખિલાડી' કુમાર 'શંકરા'ના શૂટિંગ માટે દિલ્હી પહોંચ્યા, વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details