મુંબઈઃસ્ત્રી અને પુરુષ વચ્ચેના સંતુલનથી જ જીવન સાથે તાલમેલ જળવાઈ રહે છે. સ્ત્રી દેવી છે અને પુરુષ પણ દેવતાથી ઓછો નથી. મજબૂત પિતા, ભાઈ કે પતિ પોતાના પરિવારના સભ્યોને એવી રીતે મજબૂત બનાવે છે કે, તેઓ સફળતાની નવી ગાથા લખે છે. આ દિવસ દર વર્ષે તારીખ 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવવામાં આવે (International Men s Day) છે. આજના દિવસે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર, ચાલો જાણીએ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સાઉથના સુપરસ્ટાર્સે પોતાના પુત્રોને સ્ટ્રોન્ગ બનાવવામાં ખુબ મહત્વનું યોગદાન (successful father son south film industries) આપ્યુ છે.
આ છે સાઉથના સુપરસ્ટાર, જેમણે પુત્રોને સ્ટ્રોન્ગ બનાવ્યા હતા ચિરંજીવી-રામચરણ: તેલુગુ અને હિન્દી ફિલ્મના સુપરસ્ટાર, કોનિડેલ શિવ શંકર વરા પ્રસાદ, ચિરંજીવીની ગણતરી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ અભિનેતાઓમાં થાય છે. સુપરસ્ટારના માર્ગદર્શનની અસર એવી થઈ કે, RRR સ્ટાર રામચરણ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા છે.
આ છે સાઉથના સુપરસ્ટાર, જેમણે પુત્રોને સ્ટ્રોન્ગ બનાવ્યા હતા નંદામુરી અને એનટીઆર રામા રાવઃ નંદમુરીએ તેલુગુ સિનેમામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. તેઓ પીઢ અભિનેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ CM નંદામુરી તારકા રામારાવના ચોથા પુત્ર હતા. નંદમુરીએ 2 લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્નથી તેમને 2 પુત્રો (કલ્યાણ રામ, જાનકી રામ) અને એક પુત્રી સુહાસિની છે. નંદુમુરી હરિકૃષ્ણને તેમના બીજા લગ્નથી એક પુત્ર છે. જે સાઉથ સિનેમાના લોકપ્રિય સ્ટાર જુનિયર એનટીઆર (NTR) છે.
આ છે સાઉથના સુપરસ્ટાર, જેમણે પુત્રોને સ્ટ્રોન્ગ બનાવ્યા હતા મોહનલાલ-પ્રણવ: મલયાલમ સિનેમાના લોકપ્રિય અભિનેતા મોહનલાલની તુતી તમિલ અને તેલુગુ સિનેમા પણ પ્રખ્યાત છે. તે મલયાલમ સિનેમાનું સૌથી મોટું નામ છે, તે સુપરહિટ તેલુગુ ફિલ્મ 'જનતા ગેરેજ'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો. મોહનલાલના જોરદાર અભિનયની શક્તિ આજે પણ તેજસ્વી છે. તેમના પુત્ર પ્રણવ મોહનલાલે બાળ કલાકાર તરીકે ફિલ્મમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તે વર્ષ 2001માં તેમના પિતાની ફિલ્મ 'ઓનમન'માં બાળ ભૂમિકામાં જોવા મળ્યો હતો. પ્રણવ પણ તેના પિતાની જેમ સફળ છે.
આ છે સાઉથના સુપરસ્ટાર, જેમણે પુત્રોને સ્ટ્રોન્ગ બનાવ્યા હતા અક્કિનેની નાગાર્જુન-નાગા ચૈતન્યઃટોલીવુડ સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુન દક્ષિણની ફિલ્મોનો રાજા છે. તેમનો પુત્ર નાગા ચૈતન્ય પણ તેમના માર્ગ પર છે અને ફિલ્મોમાં અજાયબીઓ કરી રહ્યો છે. નાગાર્જુન તેના પુત્ર સાથે અડગ છે.
આ છે સાઉથના સુપરસ્ટાર, જેમણે પુત્રોને સ્ટ્રોન્ગ બનાવ્યા હતા મામૂટી-સલમાન દુલકર:મલયાલમ સિનેમામાં સુપરસ્ટાર છે. 25 વર્ષથી વધુની કારકિર્દીમાં તેઓ અગ્રણી અભિનેતા તરીકે 300થી વધુ ફિલ્મમાં દેખાયા છે. તેમનો પુત્ર સલમાન દુલકર સિનેમા જગતનો ઉભરતો સ્ટાર છે. મામૂટી મલયાલમ કોમ્યુનિકેશન્સના ચેરમેન પણ છે. જે કૈરાલી ટીવી, પીપલ ટીવી અને WE ટીવી જેવી મલયાલમ ટીવી ચેનલોનું પ્રસારણ કરે છે.