ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

BAFTA 2023: યુકે એવોર્ડ્સમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'નવલ્ની' સામે હારી ગઈ - બાફ્ટા એવોર્ડ્સ 2023

ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' જે આંતરરાષ્ટ્રીય સ્તરે સહ નિર્માણ કરવામાં આવી છે. આ ફિલ્મ શૌનક સેન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તે આ વર્ષે બાફ્ટામાં નામાંકિત થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. યુકે એવોર્ડ્સમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'નવલ્ની' સામે હારી ગઈ હતી. અભિનેતાનો એવોર્ડ ઓસ્ટિન બટલરને 'એલ્વિસ'માં તેની ભૂમિકા માટે જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કેટ બ્લેન્ચેટને તેની ભૂમિકા માટે આપવામાં આવ્યો હતો.

BAFTA 2023: યુકે એવોર્ડ્સમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'નવલ્ની' સામે હારી ગઈ
BAFTA 2023: યુકે એવોર્ડ્સમાં ફિલ્મ 'ઓલ ધેટ બ્રેથ્સ' બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં 'નવલ્ની' સામે હારી ગઈ

By

Published : Feb 20, 2023, 10:29 AM IST

લંડનઃ બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસે તારીખ 19 ફેબ્રુઆરીના રોજ સાઉથબેન્ક સેન્ટરના રોયલ ફેસ્ટિવલ હોલમાં વાર્ષક ફિલ્મ પુરસ્કરોનું આયોજન કર્યું હતું. ભારતીય ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ' એ બેસ્ટ ડોક્યુમેન્ટરીનું સન્માન "નવલ્ની" સામેે ગુમાવ્યું છે. ઓવોર્ડ ફંક્શન જીતવામાં કેટ બ્લેન્ચેટ, ઓસ્ટિન બટલર, એડવર્ડ બર્જરનો સમાવેશ થાય છે. 'ઓલ ધેટ બ્રેથ્સ' ફિલ્મ આંતરરાષ્ટ્રિય સ્તરે નામાંકિત થયેલી ફિલ્મ છે. આ સાથે આ ફિલ્મ બાફ્ટામાં નામાંકિત થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ છે. તો ચાલો બાફ્ટા ફિલ્મ એવોર્ડ 2023ના વિશે જાણીએ.

આ પણ વાંચો:Pathaan Box Office Day 25 : SRKની ફિલ્મે બાહુબલી 2 નો તોડી નાખ્યો રેકોર્ડ

બાફ્ટા એવોર્ડ્સ 2023: જર્મન યુદ્ધ વિરોધી ફિલ્મ 'ઓલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'એ રવિવારે બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સમાં સાત એવોર્ડ જીત્યા હતા. આઇરિશ ટ્રેજિકકોમેડી 'ધ બંશીઝ ઓફ ઇન્શરિન' અને બાયોપિક 'એલ્વિસ'. એડવર્ડ બર્જરને એરિક મારિયાની નવલકથા પર આધારિત 'ઓલ ક્વાયટ ઇન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મને એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ સાઉન્ડ અને બેસ્ટ ફિલ્મ નોટ ઇન અંગ્રેજી કેટેગરીમાં પણ બેસ્ટ એવોર્ડ મળ્યા હતા. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ઓસ્ટિન બટલરને મળ્યો 'એલ્વિસ'માં તેના અદ્દભુત અભિનયથી તેને આ એવોર્ડ મળ્યો કેટ બ્લેન્ચેટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

ભારતીય ડોક્યુમેન્ટ્રી ઓલ ધેટ બ્રેથ્સ: બાફ્ટાની ચાલી રહેલી 76મી આવૃત્તિમાં ભારતીયોની આશાઓ તૂટી ગઈ છે. કારણ કે, ભારતીય ડોક્યુમેન્ટ્રી 'ઓલ ધેટ બ્રેથ્સ' એ બેસ્ટ ડોક્યુમેન્ટરીનું સન્માન "નવલ્ની" સામેે ગુમાવ્યું છે. 'ઓલ ધેટ બ્રેથ્સ', જે આંતરરાષ્ટ્રીય સ્તરે સહ-નિર્માણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેનું નિર્દેશન શૌનક સેન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું જટિલ સ્તરીય પોટ્રેટ વિકસતા શહેર અને હેતુથી બંધાયેલા ભ્રાતૃત્વ સંબંધને દર્શાવે છે. કારણ કે, તે ભાઈ અને બહેન મોહમ્મદ સઈદ અને નદીમ શેહઝાદને અનુસરે છે. જેઓ ઘાયલ પક્ષીઓને બચાવે છે અને તેમની સારવાર કરે છે. આ વર્ષે બાફ્ટામાં આ ફિલ્મ એકમાત્ર ભારતીય નોમિનેશન હતી.

આ પણ વાંચો:Mayilsamy Passes Away : દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ માટે વધુ એક આઘાત, મયિલસામીનું નિધન

ઓડિયન્સ એવોર્ડ જીત્યો: વિજેતા ખિતાબ વિશે વાત કરીએ તો, 'નવલ્ની'નું દિગ્દર્શન ડેનિયલ રોહર દ્વારા કરવામાં આવ્યું છે. તે રશિયન વિપક્ષી નેતા એલેક્સી નાવલ્ની અને તેના ઝેર સાથે સંબંધિત ઘટનાઓ અને ઝેરની અનુગામી તપાસની આસપાસ રચાયેલ છે. આ ફિલ્મનું પ્રીમિયર તારીખ 25 જાન્યુઆરી 2022ના રોજ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં US ડોક્યુમેન્ટરી કોમ્પિટિશન વિભાગમાં અંતિમ શીર્ષક તરીકે થયું હતું. જ્યાં તેણે ફેસ્ટિવલ ફેવરિટ એવોર્ડ અને યુએસ ડોક્યુમેન્ટરી કોમ્પિટિશન માટે ઓડિયન્સ એવોર્ડ જીત્યો હતો. બલ્ગેરિયન પત્રકાર ક્રિસ્ટો ગ્રોઝેવ કે જેઓ 'નાવલની' માં દર્શાવવામાં આવ્યા છે તે આરોપ લગાવ્યો છે કે, સુરક્ષાના જોખમને કારણે તેને એવોર્ડમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નિર્માતા ઓડેસા રાય જેમણે એવોર્ડ સ્વીકાર્યો તે ગ્રોઝેવને સમર્પિત કર્યો છે.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ: મંડોનાગની 'ધ બંશીઝ ઑફ ઇન્શારિન'ને પણ એ જ કેટેગરીમાં શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લેનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ આયર્લેન્ડમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કેરી કોન્ડોન અને બેરી કેહાને આ ફિલ્મમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. આ કાર્યક્રમમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ હાજર રહ્યા હતા. પ્રિન્સ વિલિયમની સાથે બ્રિટિશ એકેડેમી ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સના પ્રમુખ પણ તેમની પત્ની કેટ સાથે હાજર હતા. બાફ્ટાના અધ્યક્ષ કૃષ્ણેન્દુ મજુમદાર પણ હતા. આ ઉપરાંત ડીબોઝ બ્લેન્ચેટ, મિશેલ યોહ અને વિઓલા ડેવિસ પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details