મુંબઈઃ'નાટુ નાટુ'નો ક્રેઝ હજુ પણ લોકોમાં જોવા મળે છે. ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ તેનો ક્રેઝ વધી ગયો છે. UAEના રહેવાસીઓને ભારતીય દૂતાવાસમાં ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ-નાટુ' પર તેમની નૃત્ય કુશળતા બતાવવાની તક મળી છે. ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે. સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસે સોમવારે નાગરિકો માટે તારીખ 16 એપ્રિલ પહેલા 'RRR' ના ગીત 'નાટુ નાટુ' પર તેમના ડાન્સ ક્લિપ્સ શેર કરવા માટે એક હરીફાઈ શરૂ કરી છે. જેના દ્વારા વિજેતાઓને મિશનમાં પ્રદર્શન કરવાની તક મળશે.
Naatu Naatu Song: UAEના રહેવાસીઓને ગીત 'નાટુ-નાટુ' પર નૃત્ય કુશળતા બતાવવાની મળી તક - યુએઈમાં નાટુ નાટુ પર પ્રદર્શન
સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય દૂતાવાસે તેના રહેવાસીઓને SS રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર તેમની નૃત્ય કૌશલ્ય દર્શાવવા આમંત્રણ આપ્યું છે. દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'નાટુ નાટુ'ની 30 સેકન્ડ તમને ભારતીય દૂતાવાસમાં પરફોર્મ કરવાની તક આપી શકે છે.
ભારતીય દૂતાવાસમાં પરફોર્મ કરવાની તક: UAEમાં ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે, જેમાં વીડિયો ક્લિપ સાથે QR કોડ આપવામાં આવ્યો છે. દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'નાટુ નાટુ'ની 30 સેકન્ડ તમને ભારતીય દૂતાવાસમાં પરફોર્મ કરવાની તક આપી શકે છે. 3 સરળ પગલાં- સૌપ્રથમ તારીખ 16મી એપ્રિલ પહેલા તમારા 'નાટુ નાટુ' ગ્રુપ પરફોર્મન્સને ઈન્સ્ટાગ્રામ પર શેર કરો. બીજું, અમને ઇન્સ્ટા પર ટેગ કરો અને ફોલો કરો (નીચેનો QR કોડ) અને ત્રીજું, જે પણ વિજેતા હશે તે દૂતાવાસમાં પ્રદર્શન કરશે.
નાટુ નાટુ ગીતનું હિન્દી વર્ઝન: ઓસ્કાર જીતતા પહેલા વૈશ્વિક મંચ પર 'નાટુ નાટુ' એ એવોર્ડ જીત્યો હતો. જાન્યુઆરીમાં 'નાટુ નાટુ'એ 'બેસ્ટ ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ જીત્યો હતો. 5 દિવસ પછી 'RRR' એ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ્સની 28મી આવૃત્તિમાં વધુ 2 એવોર્ડ જીત્યા હતાં. એક શ્રેષ્ઠ ગીત માટે અને બીજો 'શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ' માટે. 'નાટુ-નાટુ' ગીતનું હિન્દી વર્ઝન 'નાચો-નાચો', તમિલમાં 'નટ્ટુ કૂથુ', મલયાલમમાં 'કરિન્થોલ' અને કન્નડમાં 'હલ્લી નાતુ' તરીકે રિલીઝ કરવામાં આવ્યું છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા કરવામાં આવેલા હૂક સ્ટેપ્સ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.