ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sunny deol loan Controversy: બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો કારણ - સની દેઓલના બંગલાની હરાજી પર કોંગ્રેસ

બેન્ક ઓફ બરોડા દ્વારા સની દેઓલના બંગલાની નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. 56 કરોડની લેણી રકમ વસૂલવા માટે તારીખ 25 ઓગસ્ટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નોટિસ શા માટે પાછી ખેંચી લેવામાં આવી તે જાણવા માટે આગળ વાંચો.

બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો અહિં કારણ
બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો અહિં કારણ

By

Published : Aug 21, 2023, 12:07 PM IST

હૈદરાબાદ: મુંબઈના જુહુ ખાતે સ્થિત અભિનેતા અને ભાજપના સાસંદ સની દેઓલની માલિકીના બંગલા અંગેની હરાજીની નોટીસ પાછી ખેંચી લેવામાં આવી છે. આ મુદ્દા અંગે બેન્ક ઓફ બરોડાએ આજે જાહેરાત કરી હતી. 'ગદર 2ના અભિનેતા સની દેઓલની મલિકતની હરાજી કરવાનો નર્ણય બેન્ક ઓફ બરોડા દ્વારા રવિવારે જાહરે કરવામાં આવ્યો હતો. બેન્કે જાહેર કર્યું હતું કે, સની વિલા નામની મિલકતની હરાજી 51.43 કરોડથી શરુ થવાની અપેક્ષા હતી.

સની દેઓલના બંગલાની હરાજીનો વિવાદ: રવિવારે જારી કરાયેલી નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, દેઓલ પરિવાર હરાજી અટકાવવા માટે હજુ પણ બેન્ક સાથે તેમના બાકી દેવાનો ઉકેલ લાવી શકે છે, જેના દ્વારા 2002ની સરફેસી એક્ટ હેઠળ જોગવાઈઓને રોકવામાં આવશે. આ મદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાચસિવ અને સંચારના પ્રભારી જયરામ રમેશે નોટિસ પાછી ખેંચવા પાછળના કરાણો પર પ્રશ્ન કર્યો હતો.

હરાજીની નોટિસ પાછી ખેંચવા પાછળનું કારણ: રમશે સોશિયલ મીડિયા પર પૂછપરછ કરી હતી, ''ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેન્ક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહૂ નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂક્યું છે. કારણ કે, તેમણે બેન્કના 56 કરોડ રુપિયા ચૂકવ્યા નથી. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં જાણવા મળ્યું છે કે, બેન્ક ઓફ બરોડાએ ટેકનિકલ કારણોસર હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે.

સની દેઓલની ફિલ્મે મચાવી ધમાલ: સની દેઓલની ફિલ્મની વાત કરીએ તો, 'ગદર 2'ની સફળતાને લઈ સની દેઓલ ખુબ જ ઉત્સાહિત છે. 'ગદર 2' ફિલ્મ સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા અભિનીત છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 'ગદર 2'એ ભારતમાં લગભગ 377.20 કરોડની કમાણી કરી લીધી છે. હવે ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં 400 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે.

  1. Rajinikanth In Up: 'જેલર' ફિલ્મના અભિનેતા રજનીકાંતે અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત
  2. Sunny Deol BOB loan: સની દેઓલને 56 કરોડ રુપિયા કર્જ વસૂલની નોટિસ, જુહૂ સ્થિત પ્રોપર્ટીની થઈ શકે છે હરાજી
  3. Dream Girl 2 Jeetendra: 81 વર્ષીય જિતેન્દ્રનો રોમેન્ટિક અંદાજ, કોલ પર કહ્યું- 'હેલ્લો પૂજા'

ABOUT THE AUTHOR

...view details