મુંબઈઃ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઈમરાન ખાનનો આજે તારીખ 13 જાન્યુઆરીએ જન્મદિવસ છે. આ ફિલ્મથી તેમણે પોતાની એક નવી ઓળખ બનાવી છે. ત્યારે છોકરીઓ તેના ક્યૂટ લુકની દીવાના હતી. ઘણી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ પણ ઈમરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી હતી. ઇમરાન તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આખરે ઈમરાન તેની પત્ની અવંતિકાથી અલગ થઈ ગયો છે. તો ચાલો જાણીએ આજે ઈમરાનના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ સ્ટોરી.
આ પણ વાંચો:Bigg Boss 16: આ ત્રણ સ્પર્ધકો આ અઠવાડિયે બહાર થઈ શકે છે
પારિવારિક સબંધ: ઈમરાન ખાનની બાયોગ્રાફી ઈમરાન ખાનનો જન્મ તારીખ 13 જાન્યુઆરી 1983ના રોજ મેડિસન, યુએસએમાં થયો હતો. તેનું પૂરું નામ ઈમરાન પાલ હતું. તેમના પિતાનું નામ અનિલ પાલ અને માતાનું નામ નુઝહત ખાન છે. તેમના પિતા સોફ્ટવેર એન્જિનિયર હતા. જ્યારે તેમની માતા મનોવિજ્ઞાની હતી. ઈમરાન જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતાના છૂટાછેડા થઈ ગયા હતા. ઈમરાન તેની માતા સાથે મુંબઈ આવ્યો હતો. તેણે પોતાનું નામ ઈમરાન પાલથી બદલીને ઈમરાન ખાન રાખ્યું. ઈમરાનનો પરિવાર બોલિવૂડ સાથે જોડાયેલો હતો. તેમના મામા નાસિર હુસૈન દિગ્દર્શક-નિર્માતા છે. મામા મન્સૂર ખાન દિગ્દર્શક-નિર્માતા છે અને મામા આમિર ખાન બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા છે.
ઈમરાનખાનનું પ્રારંભિક શિક્ષણ: તેમણે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલ અને તમિલનાડુના કુન્નૂરમાં આવેલી બોર્ડિંગ સ્કૂલ 'બ્લુ માઉન્ટેન'માંથી સ્કૂલિંગ કર્યું હતું. તેમણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી માંથી ફિલ્મ પ્રોડક્શનની ડિગ્રી મેળવી. આ પછી તેમણે મુંબઈની એક સંસ્થામાંથી ટ્રેનિંગ પણ લીધી હતી.
ઈમરાન ખાનના લગ્ન: ઈમરાન ખાનની અવંતિકા સાથે પહેલી મુલાકાત ત્યારે થઈ જ્યારે તે માત્ર 19 વર્ષની હતી. ઈમરાન અને અવંતિકા ટૂંક સમયમાં એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. તેઓ એક વર્ષ સુધી લોસ એન્જલસમાં સાથે રહ્યા હતા. ઈમરાન લોસ એન્જલસમાં એક્ટિંગનો કોર્સ કરી રહ્યો હતો. બંને 8 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. આ પછી બંનેએ 2011માં લગ્ન કરી લીધા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ ઈમારા મલિક ખાન છે. લગ્નના 8 વર્ષ બાદ બંને વર્ષ 2019માં અલગ થઈ ગયા હતા. 2 વર્ષ સુધી અલગ થયા બાદ પણ આ કપલે હજુ સુધી ઔપચારિક રીતે છૂટાછેડા લીધા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન અને અવંતિકાનો સંબંધ પૂરો થઈ ગયો છે. એવા પણ સમાચાર છે કે, બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે.
આ પણ વાંચો:એલ્વિસ પ્રેસ્લીની પુત્રી સિંગર લિસા મેરી પ્રેસ્લીનું 54 વર્ષની વયે અવસાન
ઈમરાન ખાનનું ફિલ્મી કરિયર: ઈમરાન ખાને 5 વર્ષની ઉંમરે ફિલ્મ 'કયામત સે કયામત તક'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'માં જોવા મળ્યો હતો. બંને ફિલ્મોમાં તેણે આમિર ખાનના બાળપણની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય બાદ તેણે ફિલ્મ 'જાને તુ યા જાને ના' (વર્ષ 2008)થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ત્યારબાદ તે 'મેરે બ્રધર કી દુલ્હન' (2011), 'દિલ્હી બેલી' (2011), 'લક' (2009), 'એક મેં ઔર એક તુ' (2012), 'કિડનેપ' (2008), 'કટ્ટી બટ્ટી' (2015) અને 'આઈ હેટ લવ સ્ટોરીઝ' (2015) જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. ઈમરાન ખાન છેલ્લે 2015માં આવેલી ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. આ પછી તે મોટા પડદા પરથી ગાયબ થઈ ગયો. તે 2022માં આમિર ખાનની પુત્રી આયરા ખાન સાથેના ફોટામાં જોવા મળ્યો હતો. આયરા તેની પિતરાઈ બહેન છે.
ઈમરાન ખાને અભિનય છોડી દીધો: નવેમ્બર 2020માં, અક્ષય ઓબેરોય, જે ઈમરાન ખાનના ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. તેણે પુષ્ટિ કરી હતી કે, ઈમરાને અભિનય છોડી દીધો છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, 'બોલિવૂડમાં મારો સૌથી સારો મિત્ર ઈમરાન ખાન છે, જેણે એક્ટિંગ છોડી દીધી છે. ઈમરાન મારો સૌથી નજીકનો મિત્ર છે, જેને હું સવારે 4 વાગ્યે ફોન કરી શકું છું. હું અને ઈમરાન લગભગ 18 વર્ષથી એકબીજાની સાથે છીએ. અમે અંધેરી વેસ્ટની એક્ટિંગ સ્કૂલમાં સાથે એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. તેણે કહ્યું, 'જ્યાં સુધી હું જાણું છું, ઈમરાનની અંદર એક સારા લેખક અને દિગ્દર્શક છે. મને ખબર નથી કે, તે ક્યારે પોતાની ફિલ્મનું નિર્દેશન કરશે. પરંતુ એક મિત્ર તરીકે મને લાગે છે કે તે ટૂંક સમયમાં તેની ફિલ્મનું નિર્દેશન કરશે. મને ખાતરી છે કે તે સારી ફિલ્મ બનાવશે કારણ કે, તેની પાસે સિનેમાની ઘણી સમજ છે.