ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Indian Film Festival of Melbourne: મેલબોર્ન 2023ના 14મા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત, જુઓ યાદી - મેલબોર્નનો 14મો ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ

મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ અને રાની મુખર્જીનો વિજય થયો છે. આ ઉપરાંત મૃણાલ ઠાકુર અને ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પુરા કરેલા ફિલ્મ નિર્માતા કરણ જોહરનું નામ પણ લીસ્ટમાં સામેલ છે.

મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત, જુઓ અહિં લીસ્ટ
મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત, જુઓ અહિં લીસ્ટ

By

Published : Aug 12, 2023, 4:05 PM IST

હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તારીખ 11 ઓગસ્ટથી શરુ થઈ રહેલા મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ તારીખ 20 ઓગસ્ટ સુધી ચાલશે. આ કર્યક્રમનું ઉદઘાટન બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર, કાર્તિક આર્યન, વિજય વર્મા આ ઉપરાંત બોલિવુડ અને સાઉથ સિનેમાની સક્રિય અભિનેત્રી મૃણાલ ઠાકુર સહિત ઘણા દિગ્ગજો દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે મેલબોર્ન 2023નો 14મો ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ કાર્તિક આર્યન અને કરણ જોહરની સાથે જોવા મળતા ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. તાજેતરમાં મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની યાદી બહાર આવી છે.

જ્યુરી એવોર્ડ: જ્યુરી એવોર્ડમાં જોઈએ તો, બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી- ટૂ કિલ અ ટાઈગર,બેસ્ટ ઈંડી ફિલ્મ- આગરા, બેસ્ટ એક્ટર- મોહિત અગ્રવાલ(આગરા), બેસ્ટ એક્ટ્રેસ- રાની મુખર્ઝી (મિસેજ ચટર્જી વર્સેજ નોર્વે), બેસ્ટ ડાયરેક્ટર- પૃથ્વી કોનાનુપર-હડિનલેંટૂ, બેસ્ટ ફિલ્મ- સીત રામમ, બેસ્ટ એક્ટર( વેબ સિરીઝ)- વિજય વર્મા(દહાડ), બેસ્ટ એક્ટ્રેસ(બેવ સિરીઝ)- રાજશ્રી દેશપાંડે(ટ્રાયલ બાય ફાયર) સામેલ છે. આ ઉપરાંત બેસ્ટ વેબ સિરીઝ- જુબલી, બેસ્ટ શોર્ટ ફિલ્મ-પીપુલ્સ ચોઈસ- કનેક્સન ક્યા હૈં, નેસેશ નાયકના નામ સામેલ છે.

માનદ પુરસ્કારો: સ્પેશલ એવોર્ડની વાત કરીએ તો, ઈક્કાલિટી ઈન સિનેમા એવોર્ડ- ડાર્લિંગ્સ, પીપુલ્સ ચ્વાઈસ એવોર્ડ- પઠાણ, એવોર્ડ ટુ કરણ જોહર - બોલીવુડમાં 25 વર્ષ દિગ્દર્શક યોગદાનના, રાઈજિંગ ગ્લોબલ સુપરસ્ટાર - કાર્તિક આર્યન, ડાયવર્સિટી ઈન સિનેમા એવોર્ડ- મૃણાલ ઠાકુર, ડિસ્રુપ્ટોર એવોર્ડ - ભૂમિ પેડનેકર, રેનબો સ્ટોરીઝ એવોર્ડ- ઓનીરના નામ સામેલ છે.

કાર્તિક આર્યન અને કરણ જોહરની ચર્ચા: ફિલ્મ દોસ્તાના 2માંથી કાર્તિક આર્યનનું નામ દુર કરવાના કારણે કરણ જોહર સોશિયલ મીડિયા પર નિશાના પર આવ્યા હતા. મેલબોર્ન 2023ના 14માં ભારતીય ફેસ્ટિવલમાં કાર્તિક અને કરણને એકસાથે જોઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, તેઓ એક સાથે એક ફિલ્મ લાવી રહ્યાં છે.

  1. Suhana Khan Spotted: જરુરિયાતમંદોને મદદ કરતી સુહાના ખાન, વીડિયો વાયરલ
  2. Anushka Sharma: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો
  3. Hbd Sara Ali Khan: સારા અલી ખાનનું નામ કયા સ્ટાર્સ સાથે જોડાયું ? જાણો હવે તે કોની સાથે ચર્ચામાં છે

ABOUT THE AUTHOR

...view details