મવી દિલ્હી:વેબ સિરીઝ ક્રિએટર્સ માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા માટે નવી કેટેગરી 'બેસ્ટ વેબ સિરીઝ' ઓવોર્ડની જાહેરાત કરી છે. અનુરાગ ઠાકુરે સિરીઝની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
બેસ્ટ વેબ સિરીઝ: કેદ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. ટ્વિટ કરીને લખ્યું છે કે, ''બેસ્ટ વેબ સિરીઝ પુરસ્કારની જાહેરાત કરીને આનંદ થાય છે. IFFI ગોવાને તેમની કલાત્મક યોગ્યતા, વર્તા કહેવાની શ્રેષ્ઠતા, ટેકનિકલ કૌશલ્ય અને ઓવરઓલ ઈમ્પૈક્ટ માટે એક અસાધારણ વેબ સિરીઝ માટે રજુ કરવામાં આવશે.''
અનુરાગ ઠાકુરની જાહેરાત: આગળ વધુમાં લખ્યું છે કે, ''હું આપને ઉભરતા નવા ભારતની વાર્તા કહેવા માટે પ્રોત્સાહિત કરું છું. જે અબજો સપનાઓ અને અબજો અનટોલ્ડ સ્ટોરીઝ સાથે વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ પુરસ્કાર OTT પ્લેટફોર્મ પરની ઓરિજનલ વેબ સિરીઝને આપવામાં આવશે. જે ઓરિજનલ રીતે શૂટ કરવામાં આવી હોય અને ભારતીય ભાષામાં ઉપ્લબ્ધ છે.''
જાણો વોર્ડનો હેતુ: અનુરાગ ઠાકુરે આગળ લખ્યું છે કે, ''આ વોર્ડનો હેતુ OTT ક્ષેત્રમાં રોકાણની તકને પ્રોત્સાહન આપવા, ભારતીય ભાષાઓમાં સામગ્રીને પ્રોત્સાહન આપવા, અસાધારણ પ્રતિભાને ઓળખવા અને OTT ઉદ્યોગમમાં વૃદ્ધિ અને નવિનતાને પ્રોત્સાહન આપવાનો છે. એવોર્ડ આ વર્ષથી શરુ થઈ રહેલા ભારતના 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે આપવામાં આવે છે.'' IFFI 2023 તારીખ 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી રહેશે.
- Gadar 2 New Song: સિની દેઓલ અમિશા પટેલ સ્ટરર ફિલ્મ 'ગદર 2'નું સોન્ગ રિલીઝ, Omg 2 સાથે ટકરાશે
- Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી
- Bawaal Screening: 'બવાલ' સ્ક્રીનિંગમાં જાનવી કપૂર, તમન્ના ભાટિયા અને પૂજા હેગડેનું અફલાતું ગ્લેમર