હૈદરાબાદઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટે (Ranveer Singh Nude Photoshoot) દેશભરમાં હંગામો મચાવ્યો છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ પર ન્યૂડ ફોટોશૂટના કારણે FIR પણ નોંધવામાં આવી છે, પરંતુ અહીં બોલિવૂડ સેલેબ્સ અને એક્ટર્સનો પરિવાર તેને સપોર્ટ કરી રહ્યો છે. હવે વિદ્યા બાલને ચોંકાવનારું નિવેદન (Statement on Vidya Balan Nude Photoshoot) આપીને રણવીર સિંહનો બચાવ કર્યો છે.
આ પણ વાંચો:Waat Laga Denge Song Out: લાઈગર ફિલ્મનું ગીત 'વાટ લગા દેંગે' રિલીઝ
વિદ્યાનું 'ડર્ટી' નિવેદન:તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદ્યા બાલન એક્ટર રણવીર સિંહના વિવાદિત ન્યૂડ ફોટોશૂટને ખુલ્લેઆમ સપોર્ટ કરતી જોવા મળી રહી છે. પૈપારાઝીએ તેને આ ફોટોશૂટ પર પ્રતિક્રિયા આપવાનું કહ્યું કે તરત જ અભિનેત્રીએ કહ્યું, 'શું વાંધો છે, પહેલીવાર કોઈ પુરુષ આવું કરી રહ્યો છે... હમેં ભી આંખે સેક લેને દો.' આટલું કહીને વિદ્યા મોટેથી હસવા લાગે છે. તેનો જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો પણ હસવા લાગે છે. અભિનેત્રીનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.