ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Saba Azad Dinner Date: ડિનર ડેટ પર નિરાશ જોવા મળ્યા હૃતિક-સબા, જુઓ વીડિયો - રિતિક રોશન અને સબા આઝાદ

હૃતિક રોશન ઘણા સમયથી સબાના આઝાદને લઈને ચર્ચામાં છે. અગાઉ તેમની કેટલીક તસવીર સામે આવી હતી. આ ઉપરાંત નીતા અને મુકેશ અંબાણી કલ્કરલ સેન્ટર ઈવેન્ટમાં પણ જોવા મળ્યાં હતાં. હૃતિક રોશન અને સબા આઝાદ ગઈકાલે રાત્રે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. અહીં કપલ થોડા ટેન્શનમાં દેખાયું અને પાપારાઝીની પણ અવગણના કરીને ઘરે ગયા.

Saba Azad Dinner Date: ડિનર ડેટ પર ટેન્શનમાં જોવા મળ્યા હૃતિક-સબા, જુઓ વીડિયો
Saba Azad Dinner Date: ડિનર ડેટ પર ટેન્શનમાં જોવા મળ્યા હૃતિક-સબા, જુઓ વીડિયો

By

Published : Apr 5, 2023, 2:30 PM IST

મુંબઈઃ બોલિવૂડ સુપરહીરો હૃતિક રોશન આ દિવસોમાં પોતાના નવા સંબંધને લઈને ચર્ચામાં છે. હૃતિક તેના કરતા 12 વર્ષ નાની સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. હવે આ કપલે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને બી-ટાઉન પાર્ટીમાં સુંદર પોશાક પહેરીને પહોંચ્યા હતાં. તાજેતરમાં નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇવેન્ટમાં આ કપલ અદભૂત લુકમાં જોવા મળ્યું હતું. હવે આ કપલ ગઈ કાલે રાત્રે મુંબઈમાં ડિનર ડેટ પર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો:Bigg Boss 13: બિગ બોસ 13 ફેમ પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ, જાણો કારણ

ડિનર ડેટ પર શું થયું: તેમની ડિનર ડેટ પર કપલ ઓલ બ્લેક લુકમાં પહોચ્યું હતું. જેમાં બંનેનો લુક જોવા મળી રહ્યો હતો. જ્યારે આ કપલ પાપારાઝીની સામે આવ્યું તો તેમનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. રાત્રિભોજન પછી બહાર આવ્યા પછી હૃતિક અને સબા બંનેના ચહેરા ખૂબ જ નિરાશ દેખાતા હતા અને તેઓએ પાપારાઝી માટે પોઝ આપ્યા વિના જવાનું યોગ્ય માન્યું. સબાના ચહેરા પર થોડો તણાવ જોવા મળ્યો હતો. પરંતુ બંને વચ્ચે આ ડિનર ડેટ પર શું થયું તે વિશે કંઈ કહી શકાય નહીં. ગત દિવસે હૃતિક રોશન સબા આઝાદના સેન્ડલ પકડેલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:Pushpa The Rule: રશ્મિકાના જન્મદિવસ પર ચાહકોને મોટી ભેટ, 'પુષ્પા 2'માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ

ચાહકોની વિવિધ પ્રતિક્રિયા: હૃતિકના ફેન્સે આ તસવીર પર લાઈક બટન દબાવ્યું હતું. કેટલાક યુઝર્સ એવા છે, જેઓ હૃતિક અને સબાની જોડીને નાપસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વાત ઘણી વખત કહી છે કે, હૃતિક રોશન પાસે આવી નકામી પસંદગી કેવી રીતે હોઈ શકે. ઘણા એવા યુઝર્સ છે જેમણે સબા આઝાદને હૃતિક રોશનના લાયક હોવાનું કહ્યું નથી. હૃતિકના ઘણા ચાહકો છે જે તેના નવા સંબંધથી નારાજ છે.

ABOUT THE AUTHOR

...view details