હૈદરાબાદ: હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સ્ટારર એરિયલ એક્શન ફિલ્મ ફાઈટરનું ટીઝર આજે 8મી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. ફાઈટરના ટીઝરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ટીઝરમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર ત્રણેય સ્ટાર્સ જોરદાર દેખાઈ રહ્યા છે. આ દરમિયાન ટીઝરમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
પહેલીવાર રિતિક અને દીપિકા એક સાથે:Fighterનું ટીઝર માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હૃતિક રોશનના ફેન્સ તેના અભિનયને લઈને જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો ટીઝરમાં હૃતિકના તમામ દ્રશ્યોને અદ્ભુત ગણાવી રહ્યા છે અને તેની ભૂમિકા અને વ્યક્તિત્વના વખાણ કરી રહ્યા છે. પહેલીવાર રિતિક રોશન અને દીપિકા મોટા પડદા પર એક સાથે કામ કરી રહ્યા છે. તે જ સમયે, ચાહકોને ફ્રેશ જોડીની કેમિસ્ટ્રી શાનદાર અને દમદાર લાગી રહી છે.