હૈદરાબાદ: તાજેતરમમાં બોલિવુડ સ્ટાર હૃતિક રોશન સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. હૃતિકના ચર્ચામાં આવવાનું કારણ તેમની આગમી ફિલ્મ 'ફાઈટર' છે. ફિલ્મ 'ફાઈટર' એ ઈન્ડિયન સિનેમાની પહેલી એરિયલ એક્શન અને સ્ટંટ ફિલ્મ છે. આ ફિલ્મના ડાયરેક્ટર અન્ય કોઈ નહિં, શારરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' ડાયરેક્ટ કરનાર સિદ્ધાર્થ આનંદ છે. હવે ડાયરેક્ટરે ફિલ્મમાંથી એક BTS તસવીર શેર કરી છે. આ તસવીરમાં હૃતિક રોશન એયરફોર્સની વર્દીમાં જોવા મળે છે.
fighter BTS Photos: એયરફોર્સની વર્દીમાં જોવા મળ્યા હૃતિક રોશન, તસવીર કરી શેર - ફાઇટર
હૃતિક રોશન પોતાની આગામી ફિલ્મ 'ફાઈટર'ને લઈને ચર્ચામાં છે. હવે ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે ફિલ્મની BTS તવસીર શેર કરી છે. જેમાં હૃતિક રોશન એયરફોર્સની વર્દીમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં હૃતિક રોશનની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
Published : Aug 30, 2023, 1:28 PM IST
હૃતિક રોશન ફાઈટર BTS ફોટોસ: ફાઈટર ફિલ્મના નિર્દેશકે તસવીર શેર કરને લખ્યું છે કે, ''ફાઈટર BTS.'' આ ફિલ્મમાં હૃતિક રોશનની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં જોવા મળશે. 'પઠાણ' ફિલ્મનું નિર્દેશન કર્યા બાદ સિદ્ધાર્થ આનંદ આગામી 'ફાઈટર'ના કામામા જોડાઈ ગાય છે. જો કે, 'ફાઈટર' ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ 'પઠાણ' ફિલ્મને બોક્સ ઓફિસ પર રિલીઝ કરીને હાહાકાર મચાવી દીધો હતો. હવે હૃતિક રોશનની સાથે ડાયરેક્ટર પઠાણવાળો ઈતિહાસ ફરીથી પુનરાવર્તન કરવા માંગે છે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ ફાઈટર:હાલમાં ફિલ્મ ફાઈટરમાંથી દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનો લુક શેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ પહેલાથી જ નક્કી કરી દેવામાં આવી હતી કે, તારીખ 25 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ પર 'પઠાણ' ફિલ્મના ડાયરેક્ટરની ઘણી અપેક્ષા છે. 'પઠાણ' ફિલ્મ તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થઈ હતી. 'પઠાણ'ની જેમ 'ફાઈટર'ની પણ યોજના સરખી લાગે છે. 'ફાઈટર' ફિલ્મની રસપ્રદ વાત એ છે કે, હૃતિક રોશન પેહલી વાર દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર સાથે જોવા મળશે.