મુંબઈઃબોલિવુડની અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર ચોતરફ ચાલી રહ્યાં છે. અગાઉ અભિનેત્રી તારીખ 28 માર્ચે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યાં પાપરાઝીએ સવાલ કર્યો હતો, પરંતુ લગ્ન અંગે તેમણે જે પ્રતિક્રિયા આપી હતી, તેના પરથી તે રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરશે કે કેમ તેની સ્પષ્ટતા થઈ ન હતી.આ સુંદર કપલના લગ્નના સમાચાર દરરોજ જોર પકડી રહ્યા છે. તાજેતરમાં એક પંજાબી સિંગરે આ સમાચારને લઈ ખુબજ મોટી માહિતી આપી છે.
આ પણ વાંચો:Monalisa Bold Photos: મોનાલિશાનો બોલ્ડ લૂક જોશો તો દિલ થઈ જશે ખુશ, તસવીરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
હાર્ડી સંધુએ પાઠવ્યા અભિનંદન: પંજાબી સિંગર અને એક્ટર હાર્ડી સંધુએ પણ આ સમાચારને સમર્થન આપ્યું છે. હાર્ડી સંધુએ ગયા વર્ષે ફિલ્મ 'કોડ નેમઃ તિરંગા'માં પરિણીતી ચોપરા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પરિણીતીએ હાર્ડી સાથે લગ્ન અંગેની વાત કરી હતી. તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, પંજાબી ગાયકે કહ્યું છે કે, ''પરિણીતી ચોપરા આખરે લગ્ન કરી રહી છે, હું તેના માટે ખૂબ જ ખુશ છું અને તેને અભિનંદન પાઠવું છું. જ્યારે હું પરિણીતી સાથે ફિલ્મ કોડ નેમ - તિરંગાનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમના લગ્નની વાતો થતી હતી. તે સમયે પરિણીતી કહેતી હતી કે, જ્યારે તેને સારો છોકરો મળશે ત્યારે તે લગ્ન કરશે. હાર્ડીએ વધુમાં જણાવ્યું હતુ કે, તેણે પરિણીતીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો:Anjali Arora: અંજલિ અરોરાની તસવીરે ચાહકોના દિલામાં અગ્નિની જ્વાળા પ્રગ્ટાવી દીધી છે, જુઓ અહિં લેટેસ્ટ તસવીર
સંજીન અરોરાએ પાઠવ્યા અભિનંદ: આ પહેલા AAP નેતા સંજીવ અરોરાનું તે ટ્વીટ વાયરલ થયું હતું, જેમાં તેમણે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા. નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું, હું રાઘવ અને પરિણીતીને અભિનંદન આપું છું, મારી શુભકામનાઓ તેમની સાથે છે. જ્યારે પરિણીતી અને રાઘવ ચઢ્ઢા થોડા દિવસો પહેલા મુંબઈમાં લંચ અને ડિનર ડેટ પર સ્પોટ થયા હતા, ત્યારે આ સુંદર કપલના લગ્નની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.