લોસ એન્જલસઃ હોલિવૂડ અભિનેત્રી એની હેચે (Annie Hatche)ની કારને ભયાનક અકસ્માત (Annie Hatche car accident) નડ્યો હતો. આ પછી અભિનેત્રીની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ કેલિફોર્નિયાના માર વિસ્ટા વિસ્તારમાં (Accident in the Mar Vista area of California) શુક્રવારે એનીએ એક કારને ટક્કર મારી હતી, જેના કારણે આગ લાગી હતી. અભિનેત્રીના શરીર પર ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અભિનેત્રી બ્લૂ મીની કૂપર ચલાવી રહી હતી. અભિનેત્રીને આસપાસના લોકોએ તેની કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
આ અભિનેત્રીનો થયો અકસ્માત, કાર થઈ બળીને ખાખ - એની હેચે કારમાં આગ લાગી
હોલિવૂડ અભિનેત્રી એની હેચે (Annie Hatche)ની કારનો ભયાનક અકસ્માત (Annie Hatche car accident) થયો છે, જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ છે.
આગની જ્વાળાઓ ખુબ જ તીવ્ર: પોલીસે જણાવ્યું કે લોસ એન્જલસના માર વિસ્ટા વિસ્તારમાં શુક્રવારે સવારે 10:55 વાગ્યે આ અકસ્માત થયો હતો. લોસ એન્જલસ પોલીસ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાહન પ્રેસ્ટન રોડ પર પૂર્વ દિશામાં ઝડપભેર હતું, પ્રેસ્ટન રોડ અને વોલગ્રોવ એવન્યુ પરના ટી-જંકશનમાં અકસ્માત સર્જાવાવ પામ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે 'કારમાં આગ લાગી હતી અને ડ્રાઈવરને LAFD દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આગની જ્વાળાઓ ખુબ જ તીવ્ર હતી.
આ પણ વાંચો:પ્રિયંકા ચોપરાને ખુલ્લે આમ KISS, Video થયો Viral
ગંભીર રીતે સર્જાયેલી આગને પહોંચી વળવા: તે જ સમયે, લોસ એન્જલસ ફાયર વિભાગના બ્રાયન હમ્ફ્રેએ જણાવ્યું હતું કે ગંભીર રીતે સર્જાયેલી આગને પહોંચી વળવા, તેને કાબુમાં લેવા અને તેને સંપૂર્ણપણે બુઝાવવા માટે 59 અગ્નિશામકોને 65 મિનિટનો સમય લાગ્યો હતો. તે પછી પુષ્ટિ કરવામાં આવી હતી કે અકસ્માતમાં સામેલ બ્લુ મીની ક્લબમેન હેચે સાથે નોંધાયેલ છે.