ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Hollywood Actor Dies: હોલિવુડના અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન, ન્યૂયોર્કમાં 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન

હોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા માર્ક માર્ગોલિસનું ન્યૂય યોર્ક સિટીની માઉન્ટ સિનાઈ હસ્પિટલમાં નિધન થયું છે. તેમણે સંવાદ સાથે વિન્સ ગિલિગન ટેલિવિઝન યુનિવર્સ પર એવી છાપ છોડી છે કે જેને ક્યારેય ભૂલી શકાય એમ નથી. 'બ્રેકિંગ બેડ'ના મુખ્ય અભિનેતા બ્રાયન ક્રેન્સ્ટને ઈન્સ્ટાગ્રામ પર માર્ગોલિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

હોલિવુડના અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન, ન્યૂયોર્કમાં 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હોલિવુડના અભિનેતા માર્ક માર્ગોલિસનું નિધન, ન્યૂયોર્કમાં 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

By

Published : Aug 5, 2023, 1:43 PM IST

વોશિંગ્ટન ડીસી:હોલીવુડના અભિનેતા માર્ક માર્ગોલિસ 'બ્રેકિંગ બેડ' અને 'બેટર કોલ શાઉલ' શોમાં સલામાન્કા તરીકેની ભૂમિકા માટે જાણીતા છે. માર્ક ગુરુવારે ન્યૂ યોર્ક સિટીની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં 83 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે. મીડિયા આઉટલેટ વેરાયટી મુજબ, તેમના પુત્ર મોર્ગન માર્ગોલિસે આ સમાચારની માહિતી આપી હતી.

માર્ક માર્ગોલિસનું નિધન: વેયારટીએ અહેવાલમાં જણાવ્યું છે કે, માર્ગોલિસે ભાગ્યે જ કોઈ સંવાદ સાથે વિન્સ ગિલિગન ટેલિવિઝન યુનિવર્ષ પર ક્યારેય ન ભૂલાય એવી છાપ છોડી છે. વર્ષ 2012માં તેઓ 'બ્રેકિંગ બેડ'માં તેમના અભિનયને લઈ એમી માટે નામાંકિત થયા હતા. માર્ગોલિસનો જન્મ વર્ષ 1939માં ફિલો ડિલ્ફિયામાં થયો હતો. તેમણે અભિનયની શરુઆત કરવા માટે ખુબ જ નાની ઉંમરે ન્યૂ યોર્કની મુસાફરી કરી હતી. થિયેટરમાં શરુઆત સાથે તેમણે બ્રોડવે પર ઈન્ફડેલ સીઝર જેવા સંગીતમાં ભૂમિકાઓ ભજવી હતી. તેઓ 'અંકલ સેમ' અને 'ધ ગોલેમ' સહિત 50 થી વધુ ઓફ બ્રોડવે પ્રોડક્શન્સમાં જોવા મળે છે.

બ્રાયન ક્રેન્સ્ટને શોક વ્યક્ત કર્યો: બ્રેકિંગ બેડના મુખ્ય અભનેતા બ્રાયન ક્રેન્સ્ટને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માર્ગોલિસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેટલી તસવીરો શેર કરી હતી. આ તસવીરો શેર કરીને લખ્યું છે કે, ''હું આજે એક મિત્રના નિધન વિશે જાણીને ખુબ જ દુ:ખી થયો છું. માર્ક માર્ગોલિસ ખરેખર સારા કલાકાર અને સારા માણસ હતા. સેટની બહાર આનંદ અને આકર્ષક અને બ્રેકિંગ બેડ એન્ડ યોર ઓનરના કિસ્સામાં સેટ પર ડરાવવું. તેમની શાંત ઉર્જા, તેમનો તોફાની સ્વભાવ હતો. તેમને મજાક કરવાનું ખુબ જ પસંદ હતું. માર્ક હવે આરામ કરો અને તમારી મિત્રતા, તમારા અસાધારણ કાર્ય માટે આભાર.''

માર્ક માર્ગોલિસની ભૂમિકા: વેયારટી અહેવાલ અનુસાર, 'બ્રેકિંગ બેડ' અને 'બેટર કોલ શાઉલ'માં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત માર્ગોલિસે ટેલિવિઝન સિરીઝ 'ધ ઈક્વલાઈઝર', 'ઓઝ', 'કિંગ્સ' અને 'અમેરિકન હોરર સ્ટોરી: એસાયલમ' સહિતની ભૂમિકાઓ પુનરાવર્તિત કરી હતી. આ ઉપરાંત 'ગોથમ', 'ક્રોસિંગ જોર્ડન' અને 'ધ અફેર'માં કામ કર્યુ છે.

  1. Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે જાણો તેમના કેરિયર વિશે
  2. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ એક સપ્તાહ પુરો કર્યો, જાણો 8માં દિવસની કમાણી
  3. Kangana Ranaut First Look: 'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ

ABOUT THE AUTHOR

...view details