હૈદરાબાદ: બોલિવુડમાં બાદશાહ શાહરુખનના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. એક તરફ 'પઠાણ' ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી ગયો છે. ત્યારે હાલમાં શાહરુખ ખાન અને અભિનેત્રી કાજોલનું 'હો ગયા હે તુજકો તો પ્યાર સજના' ગીતના યુટ્યુબ ચેનલ પર 200 મિલિયન વ્યુવ્સ થઈ ગયા છે. આ ગીત દર્શકોને ખુબજ પસંદ આવ્યું હતું. અહિં જુઓ ફિલ્મ નિર્માતાઓની ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ. આ પોસ્ટ પર ચાહકો સુંદર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ પણ વાંચો:Maidaan Teaser: આ ખાસ દિવસે રિલીઝ કરશે 'મેદાન'નું ટીઝર, અજય દેવગણ કરશે ડબલ ધમાલ
હો ગયા હૈ તુજકો ગીત સેલિબ્રેશન:શાહરુખ ખાન અને કાજોલનું આ 'ગીત હોય ગયા હે તુજકો તો પ્યાર સજના'ના 200 મિલિયન વ્યૂવ્સ થયાની ખુશીમાં ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''તમારે સ્વીકારવું પડશે કે 'પ્રેમમાં પડવું' એનું વધુ સારી રીતે વર્ણન કરતું બીજું કોઈ ગીત નથી. આ ગીત પ્રેમીઓના દિલને હચમચાવી દે છે. ખુબજ સુંદર અને મધુર ગીત છે.