ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Chandrayaan 3 : બોલિવૂડના કરન-અર્જુને આપ્યા ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન, લગાવ્યા 'ભારત માતા કી જય'ના નારા - સલમાન ખાને ઈસરોના વૈજ્ઞાનિકોને આપ્યા અભિનંદન

આખો દેશ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન અને શાહરુખ ખાને પણ ભારતની ઐતિહાસિક સિદ્ધિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 9:58 AM IST

Updated : Aug 24, 2023, 11:05 AM IST

મુંબઈ: ઈસરોના ચંદ્રયાન 3 એ 14 જુલાઈ, 2023 ના રોજ પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે તેનું મિશન શરૂ કર્યું. 23 ઓગસ્ટના રોજ, ચંદ્રયાન 3 એ દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરતી વખતે 140 લોકોના હદય પર છાપ છોડી હતી. મિશનની સફળતા પછી, ફિલ્મ કલાકારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ગર્વની પળો શેર કરી હતી. હવે બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન અને હરુખ ખાન પણ જોડાયા છે, તેમણે ચંદ્રયાન 3 ની સફળ સફર માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

સલમાને શું કહ્યુ્ંઃ સલમાન ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચંદ્રયાન-3ની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન. ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. સમગ્ર દેશને ગર્વ છે. ભારત માતા કી જય.' ભાઈજાનની આ પોસ્ટ પર તેના ચાહકોએ 'ભારત માતા કી જય' અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.

કિંગખાને શું કહ્યુંઃ શાહરુખ ખાને પોતાની ફિલ્મનું ગીત 'ચાંદ તારે તોડ લાઉ'ની કડીઓ લખી ઈસરોને શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, આજે ઈન્ડિયા અને ઈસરો છવાઈ ગયા.

બોલિવૂડથી લઈને ટોલીવુડના સ્ટાર્સે આપી શુભેચ્છાઃ ચંદ્રયાન 3 ની આ સફળતાના સાક્ષી બનવા માટે કરોડો અને અબજો લોકો ઈસરોની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ અને ન્યૂઝ ચેનલો પર નજર ટેકવી રહ્યા હતા. આ મિશન પછી આખો દેશ ખુશ છે. દરેક જગ્યાએ 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતા. તે જ સમયે, બોલિવૂડથી લઈને ટોલીવુડના સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચોઃ

  1. CHANDRAYAAN 3: બોલિવૂડ સ્ટારથી લઈને સાઉથના સુપરસ્ટારો દ્વારા ચંદ્રયાન 3ના સફળ ઉતરાણની ઉજવણી કરવામાં આવી
  2. Disha Parmar Vaidya: દિશા પરમારે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, રાહુલ વૈદ્યએ આપી પ્રતિક્રિયા
  3. Gadar 2 Box Office Collection: 'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની
Last Updated : Aug 24, 2023, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details