હૈદરાબાદ: 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માંથી વિકી કૌશલના ક્રેઝી પરિવારને લગભગ મળવાનો સમય આવી ગયો છે. કારણ કે, નિર્માતાઓએ સોમવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાની તારીખ જાહેર કરી હતી. વિકીની સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લર પણ મુખ્ય ભૂમિકામાં છે. વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
The Great Indian Family trailer: વિકી કૌશલની આગામી ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર - વિકી કૌશલ ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું ટ્રેલર
વિક્કી કૌશલ જૂનમાં 'જરા હટકે જરા બચકે'માં સફળ અભિનય કર્યા પછી બીજા ફેમિલી એન્ટરટેઈનર સાથે મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. પ્રોડક્શન 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં માનુષી છિલ્લર સહ અભિનેત્રી તરીકે જોવા મળશે. નિર્માતાઓ હવે આ ફિલ્મના ટ્રેલરને બહાર પાડવા માટે તૈયાર છે.
Published : Sep 11, 2023, 4:47 PM IST
ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું ટ્રેલર રિલીઝ ડેટ: 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર તારીખ 12 સપ્ટેમ્બરે રિલીઝ થશે. નિર્માતાઓએ સોમવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા 'TGIF'નું ટ્રેલર લોન્ચ કરવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' વિજય કૃષ્ણ આયાર્ય દ્વારા સંચાલિત છે. જાહેરાતના વીડિયોના સંકેત અનુસાર, 'TGIF' વિકીના પરિવરની આસપાસ ફરે છે. પરિવારમાં અચાનક બનેલી કેટલીક ઘટનાઓને પગલે અરાજકતા સર્જાય છે, જે નિયંત્રણની બહાર હોય છે. આ એક પારિવરિક હિન્દી કોમેેડી ફિલ્મ છે.
વિકી કૌશલની આગામી ફિલ્મની રિલીઝ ડેટ: ફિલ્મ વિશે વાત કરતા, વિકીએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, ''TGIF એક એવી ફિલ્મ છે, જેની સાથે લોકો જોડાશે અને તેમની સાથે ભાવનાત્મક સ્તરે, તેમજ મનોરંજનના સ્તરે જોડાશે. વિકી અને માનુષી સિવાય 'ધ ગ્રેટ ઈન્ડિયા ફેમિલી'માં કુમુદ મિશ્રા અને મનોજ પાહવા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોમાં સાદિયા સિદ્દકી, અલગા અમીન, સૃષ્ટિ દીક્ષિત, ભુવન અરોરા, આશુતોષ ઉજ્જવલ અને ભારતી પેરવાનીનો પણ સમાવેશ થાય છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી' તારીખ 22 સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે.