મુંબઈ:સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં બ્લોકબસ્ટર બની ગઈ છે. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં સની અને અમિષાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. એટલું જ નહિં પરંતુ તારા સિંહના એક્શન સીન્સે દર્શકોને સીટા મારવા મજબૂર કરી દીધા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રની પત્ની અને અભિનેત્રી હેમા માલિની તારીખ 19 ઓગસ્ટના રોજ મુંબઈમાં એક થિયેટરમાં સની દેઓલની 'ગદર 2' જોવા ગઈ હતી. ફિલ્મ નિહાળ્યા પછી ડ્રીમ ગર્લ એક્ટ્રેસે સની દેઓલ અને ફિલ્મની સરાહના કરી હતી.
Hema Malini Watched Gadar 2: ડ્રીમ ગર્લ એક્ટ્રેસ હેમા માલિનીએ જોઈ 'ગદર 2', સની દેઓલના કર્યા વખાણ - સની દેઓલ ફિલ્મ
'શોલે' ફિલ્મની સુંદર અભિનેત્રી હેમા માલિની મુંબઈમાં એક થિયેટરની બહાર ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' જોવા ગઈ હતી. તો ચાલો જણીએ તાજેતરમાં રિલીઝ થયેલી સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ વિશે ડ્રીમ ગર્લ એક્ટ્રેસ હેમા માલિનીએ કેવી પ્રતિક્રિયા આપી.
હેમા માલિનીએ આપી પ્રતિક્રિયા: શનિવારે રાત્રે મુંબઈના એક થિયેટરમાં ફિલ્મ જોયા પછી હેમા માલિની થિયેટની બહાર આવી હતી. આ દરમિયાન પાપારાઝી સાથે વાતચિત કરી હતી. 'ગદર 2' ફિલ્મને રસપ્રદ જણાવાત કહ્યું હતું કે, ''તેમાં ભારત અને પાકિસ્તાન માટે સારો સંદેશ છે.'' મીડિયા સાથે વાતચિત કરતા વધુમાં જણાવ્યું હતું કે, ''હું 'ગદર 2' જોઈ આવી છું. ખુબ જ સારું લાગ્યું. જેની અપેક્ષા હતી તે જ હતી. ખુબ જ ઈન્ટરેસ્ટિંગ હતું. એવું લાગી રહ્યું હતું કે, અનિલ શર્મા એ જમાનો લઈ આવ્યા છે, જે 70 અને 80ના દાયકાની ફિલ્મોમાં હતો. ખુબ જ સુંદર ડાયરેક્શન કર્યું છે''
હેમા માલિનીએ ફિલ્મની સરાહના કરી: સની દેઓલ અને ફિલ્મની ટીમની પ્રશંસા કરતા હેમા માલિનીએ કહ્યું હતું કે, ''સની સુપર્બ છે. અનિલ શર્માના પુત્રએ પણ સુંદર અભિનય કર્યો છે. જે નવી છોકરી છે તે પણ સરસ છે. આ પિક્ચર જોઈને રાષ્ટ્ર પ્રત્યે એક ભાવ હોવો જોઈ, દેશ ભક્તિ તે જ છે. ભાઈચારાનો વિષય જે મુસ્લિમો પ્રત્યે હવો જઈએ તે છેલ્લે બતાવવામાં આવ્યો છે. આ ભારત અને પાકિસ્તાન માટે સારો સંદેશ છે.'' સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્મા અભિનીત 'ગદર 2'એ સ્થાનિક બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે.