હૈદરાબાદ: બોલિવુડની સુંદર અભિનેત્રી સારા અલી ખાન હંમેશા પોતાના સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અભિનેત્રીઓમાંથી એક છે. આજે તારીખ 12 ઓગસ્ટ સારા માટે ખાસ છે. કરાણ કે, આજે અભિનેત્રીનો જન્મદિવસ છે. સારા આજે પોતાનો 28મો જન્મદિવસી ઉજવી રહી છે. સારા અલી ખાન એ બોલિવુડના સ્ટાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાન સાથે સંબંધિત કેટલાક ચર્ચાસ્પદ મુદ્દાઓ પર અક નજર કરીએ.
HBD Sara Ali Khan: સારા અલી ખાનનું નામ કયા સ્ટાર્સ સાથે જોડાયું ? જાણો હવે તે કોની સાથે ચર્ચામાં છે - સારા અલી ખાન કાર્તિક આર્યન
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. તે પોતાની લેટેસ્ટ તસવીર ચાહકો સાથે શેર કરતી રહે છે. સારા આજે તારીખ 12 ઓગસ્ટે 28મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે અભિનેત્રીનું રિલેશનશિપ સ્ટેટ્સ શું રહ્યું છે, તે જાણીશું.
જાણો અભિનેત્રીનું રિલેશનશિપ સ્ટેટ્સ: હાલમાં સારા અલી ખાન સિંગલ છે. જો કે, તેનું નામ ઘણા કલાકારો સાથે જોડાયેલું છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈની સાથે કમિટમેન્ટ કર્યું નથી. સારાએ વર્ષ 2018માં ફિલ્મ 'કેદારનાથ'થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. આ ફિલ્મમાં સારા અલી ખાને શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બાદ સારા અને સુશાંત સિંહના અફેરના સામાચારોએ જોર પકડ્યું હતું.
સાર-કાર્તિક આર્યનની સરપ્રદ સ્ટોરી: સારા અલી ખાન એક્ટર કાર્તિક આર્યનને ખુબ જ પસંદ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારાએ કાર્તિક આર્યનને કોફી ડેટની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. એટલું જ નહિં પરંતુ તેઓ પ્રથમ વાર ફિલ્મ 'લવ આજ કલ 2'માં સાથે જોવા મળ્યા હતા. સારા અને કાર્તિક ક્યારે અલગ થયા તે ખબર નથી. સારાનું નામ વીર પહાડિયા, વર્ષવર્ધન કપૂર અને ઈશાન ખટ્ટર સાથે પણ જોડાયું હતું. હાલમાં સારા અલી ખાનનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે ચર્ચામાં રહ્યું છે.