મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી જાનવી કપૂરે અફવાવાળા બોયફ્રેન્ડ શિખર પહારિયાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. આ બર્થડે પોસ્ટ જાનવી કપૂરે શિખરનો હાથ પકડીને એક તસવીર શેર કરી છે. જાનવી કપૂરે આ તસવીરના કેપ્શનમાં રેડ હાર્ટ ઈમોજી પણ ઉમેર્યું છે. હવે આ તસવીર પરથી ખબર પડે છે કે જાનવી કપૂરે શિખર સાથેના તેના સંબંધો પર મહોર મારી છે. અગાઉ, જાનવીની નાની બહેન ખુશીએ ભાવિ સાળા શિખરને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. ખુશીએ શિખર સાથે એક સુંદર તસવીર પણ શેર કરી હતી.
આ પણ વાંચો:Kumar Sanu: સિંગર કુમાર સાનુની દીકરીએ કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ, ફિલ્મ 'ચલ જીંદગી'નો ફર્સ્ટ લુક રીલીઝ
જાનવીઓ શિખરને પઠવી શુભેચ્છા: શિખરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જાનવી કપૂરે લખ્યું, હેપ્પી બર્થડે શિકુ, શિખર પહારિયા. જાનવીએ શિખર સાથે એક સુંદર તસવીર પણ શેર કરી છે. જાનવી કપૂર અને શિખર પહારિયા લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે, પરંતુ બંનેએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ જાનવીની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે, કથિત કપલ એકબીજા સાથે છે.