મુંબઈ:બોલિવૂડની અભિનેત્રી પત્રલેખા આજે 33મો જન્મ દિવસ ઉજવી રહી છે. પત્રલેખાના પતિ અભિનેતા રજકુમાર છે. પત્રલેખાના જન્મ દિવસ પર પતિ રાજકુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પત્નિના જન્મદિવસ અવસર પર શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમણે કેપ્શનમાં પત્નિ માટે પ્રેમની વર્ષા વરસાવતી પોસ્ટ લખી છે. વાંચો અહિં પોસ્ટમાં શું લખ્યું ?
આ પણ વાંચો:Amitabh Bachchan Fans: બિગ બીએ બતાવી 'શહેનશાહ'ની ઝલક, તસવીર કરી શેર
પત્રલેખા પોલનો જન્મદિવસ: શાનદાર અભિનયના માસ્ટર અભિનેતા રાજકુમાર રાવ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે, આજે તેમની પત્ની પત્રલેખાનો જન્મદિવસ છે. રાજકુમારે પત્ની પત્રલેખાને તેના જન્મદિવસ પર વહેલી સવારે સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. રાજકુમારે પત્નીને શુભેચ્છા પાઠવતા ઘણી તસવીર પણ શેર કરી છે અને તે રોમેન્ટિક તસવીરની સાથે પ્રેમથી ભરપૂર કેપ્શન પણ લખી છે, જે પત્રલેખાને ખૂબ જ પસંદ આવશે.
અભિનેતા રાજકુમારની પોસ્ટ: રાજકુમાર રાવે પત્ની પત્રલેખા માટે જન્મદિવસની એક પ્રેમાળ પોસ્ટમાં લખ્યું, 'હેપ્પી બર્થડે માય લવ, આ વર્ષ તમારા જીવનનું શ્રેષ્ઠ વર્ષ બની રહ્યું છે, હું તને ખૂબ પ્રેમ કરું છું. રાજકુમારની આ પોસ્ટને લાઈક કરીને તેમના ચાહકો તેમની પત્નીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો:Priyanka Chopra Nick Jonas Pics: બ્લેક આઉટફિટમાં પ્રિયંકા અને નિકની લેટેસ્ટ પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસવીર
અભિનેત્રી પત્રલેખાનો વર્કફ્રન્ટ: પત્રલેખા પોલ બોલિવૂડ અભિનેત્રી છે. પત્રલેખા તારીખ 20 ફેબ્રુઆરી એટલે કે, આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ મેઘાલયના શિલોંગમાં થયો હતો અને તેણે વર્ષ 2014માં ફિલ્મ 'સિટી લાઈટ્સ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ મુખ્ય અભિનેતાની ભૂમિકામાં હતા. આ પછી પત્રલેખા 'લવ ગેમ' અને 'નાનુ કી જાનુ' ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય પત્રલેખાએ 'મેં હીરો બોલ રહા હૂં' અને 'બદનામ ગલી' સહિત 6 વેબસિરીઝમાં કામ કર્યું છે.