ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પ્રીટિ ઝિન્ટાએ માતાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, બોબી દેઓલે આપી પ્રતિક્રિયા - બોલીવૂડ અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી પ્રીટિ ઝિંટા (Preity Zinta)એ તેની માતાને જન્મદિવસ (Preity Zinta mother birthday)ની શુભેચ્છા પાઠવતા તેના ચાહકો સાથે સુંદર તસવીરો શેર કરી છે. અભિનેત્રીની સુંદર પોસ્ટ જુઓ.

Etv Bharatપ્રીતિ ઝિન્ટાએ માતાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, બોબી દેઓલે આપી પ્રતિક્રિયા
Etv Bharatપ્રીતિ ઝિન્ટાએ માતાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, બોબી દેઓલે આપી પ્રતિક્રિયા

By

Published : Dec 1, 2022, 3:35 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની 'ડિમ્પલ ગર્લ' પ્રીટિ ઝિન્ટા (Preity Zinta) ભલે ફિલ્મથી દૂર થઈ ગઈ હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ઘણી હેડલાઈન્સ મેળવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની સુંદર પોસ્ટ્સ શેર કરવા માટે પ્રખ્યાત છે. અગાઉ અભિનેત્રીએ તેમના જોડિયા બાળકોના જન્મદિવસની ઉજવણી ચાહકો સાથે શેર કરી હતી. હવે અભિનેત્રીએ તેમની માતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને ચાહકો સાથે સુંદર તસવીર શેર કરી (Preity Zinta mother birthday) છે.

'મમ્મી, જન્મ દિવસની શુભેચ્છાઓ':પ્રીટિ ઝિન્ટાએ માતા નીલપ્રભા ઝિંટાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતા સુંદર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ સાથે પ્રીટિએ તેની માતા સાથે સુંદર તસવીર પણ શેર કરી છે. પ્રીતિએ લખ્યું છે કે, ''હેપ્પી બર્થ ડે મમ્મી, તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને સારું સ્વાસ્થ્ય મળે, આજે, કાલે અને હંમેશા, લવ યુ.'' પ્રીટિ ઝિન્ટાની આ અભિનંદન પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, સહ અભિનેતા બોબી દેઓલે અભિનેત્રીને અભિનંદન પાઠવ્યા છે. બોબીએ લખ્યું છે કે, ''હેપ્પી..હેપ્પી બર્થ ડે આંટી.''

પ્રીટિ ઝિન્ટાની ફિલ્મી કારકિર્દી: પ્રીટિ ઝિન્ટાએ વર્ષ 1998માં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'દિલ સે'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મમાં જોવા મળી હતી. જેમાંથી કેટલીક હિટ અને કેટલીક ફ્લોપ સાબિત થઈ હતી. પ્રીટિની હિટ ફિલ્મોની યાદીની વાત કરીએ તો બોબી દેઓલ સાથે 'સોલ્જર', અક્ષય કુમાર સાથે 'સંઘર્ષ', આમિર ખાન સાથે 'દિલ ચાહતા હૈ', રિતિક રોશન સાથે 'કોઈ મિલ ગયા', શાહરૂખ ખાન સાથે 'કલ હો ના હો' અને 'વીર-ઝારા' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું છે.

પ્રીટિ ઝિન્ટા અત્યારે ક્યાં છે:પ્રીટિ ઝિન્ટા છેલ્લે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ' (વર્ષ 2018)માં જોવા મળી હતી. નાના પડદા પર પ્રીટિ શો ફ્રેશ ઓફ ધ બોટ (વર્ષ 2020) માં જોવા મળી હતી. પ્રીટિ ઝિન્ટાએ વર્ષ 2016માં અમેરિકન જેન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. નોંધપાત્ર રીતે પૂર્વ બોયફ્રેન્ડ નેસ વાડિયા સામે પ્રીટિ ઝિન્ટા દ્વારા કરવામાં આવેલા છેડતીના આરોપના કેસમાં ગુડઈનફ એક મહત્વપૂર્ણ સાક્ષી હતો. પ્રીતિ હવે પતિ ગુડઇનફ સાથે અમેરિકામાં પોતાનું જીવન વિતાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details