ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Happy Birthday Madhuri : ધક-ધક ગર્લ માધુરીના 55માં જન્મદિન નિમિત્તે 'અબોધ'થી લઇને 'કલંક' સુધીની ફિલ્મી સફર.... - Madhuri Dixit

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Happy Birthday Madhuri ) આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. 15 મે 1967ના રોજ મુંબઇમાં તેનો જન્મ થયો હતો. તેણે વર્ષ 1984માં 'અબોધ' નામની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.

Happy Birthday Madhuri : ધક-ધક ગર્લ માધુરીના 55માં જન્મદિન નિમિત્તે 'અબોધ'થી લઇને 'કલંક' સુધીની ફિલ્મી સફર....
Happy Birthday Madhuri : ધક-ધક ગર્લ માધુરીના 55માં જન્મદિન નિમિત્તે 'અબોધ'થી લઇને 'કલંક' સુધીની ફિલ્મી સફર....

By

Published : May 15, 2022, 6:00 AM IST

ન્યૂઝ ડેસ્ક: બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Happy Birthday Madhuri ) આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. 15 મે 1967ના રોજ મુંબઇમાં તેનો જન્મ થયો હતો. તેણે વર્ષ 1984માં 'અબોધ' નામની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'રામલખન', 'દિલ', 'હમ આપકે હે કોન'..,'દિલ તો પાગલ હે ' અને 'દેવદાસ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યુ હતું. ફિલ્મી જગતમાં માધુરીએ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. માધુરી અભિનયની સાથે નૃત્યમાં કૌશલ્ય ધરાવે છે. તેણે પોતાના ડાન્સ દ્વારા એક ઓળખ ઉભી કરી છે. આજે પણ તેના ગીતોની તાલે લોકો ઝૂમી ઉઠે છે. ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપવાના કારણે ટૂંક જ સમયમાં જ માધુરી દિગ્દર્શકોની માનીતી બની ગઇ હતી.

Happy Birthday Madhuri

આ પણ વાંચો:'ધક-ધક ગર્લ' નો અદભૂત અંદાજમાં રોમેન્ટિક લૂક, હાય...કાતિલ અદાએ

માધુરી દીક્ષિતનો 55મો જન્મદિવસ :બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. 15 મે 1967ના રોજ મુંબઇમાં તેનો જન્મ થયો હતો. તેણે વર્ષ 1984માં 'અબોધ' નામની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 'રામલખન', 'દિલ', 'હમ ,આપકે હે કોન'..,'દિલ તો પાગલ હે ' અને 'દેવદાસ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યુ હતું.

Happy Birthday Madhuri

માધુરીએ ડાન્સ દ્વારા એક ઓળખ અલગ ઉભી કરી : ફિલ્મી જગતમાં માધુરીએ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. માધુરી અભિનયની સાથે નૃત્યમાં પણ કૌશલ્ય ધરાવે છે. તેણે પોતાના ડાન્સ દ્વારા એક ઓળખ અલગ ઉભી કરી છે. આજે પણ તેના ગીતોની તાલે લોકો ઝૂમી ઉઠે છે. ફિલ્મોમાં ઉત્તમ અભિનય આપવાના કારણે ટૂંક સમયમાં જ માધુરી દિગ્દર્શકોની જાણીતી બની ગઇ હતી. માધુરી એકમાત્ર અભિનેત્રી છે જેણે બે પેઢીઓ સાથે કામ કર્યુ છે. વિનોદ ખન્ના સાથે દયાવાન ફિલ્મમાં કામ કર્યા બાદ તેણે વિનોદ ખન્નાના દિકરા અક્ષય ખન્ના સાથે પણ કામ કર્યુ હતું.

Happy Birthday Madhuri

માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબ :1988માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ તેજાબ દર્શકોને ટિકીટ બારી સુધી ખેંચી લાવવામાં સફળ નીવડી હતી. માધુરીની સુપરહીટ થનારી આ ફિલ્મ 50 અઠવાડિયા સુધી ચાલી હતી. જેને આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે. આ ફિલ્મના એક..દો...તીન ગીત દ્વારા માધુરીએ મોહીની બની કરોડો લોકોની ચાહના મેળવી હતી. ગીતમાં શ્રેષ્ઠ ડાન્સ કરવા બદલ માધુરીને પહેલું ફિલ્મફેયર નોમિનેશન અપાયું હતું.

Happy Birthday Madhuri

આ પણ વાંચો:નેટફ્લિક્સ પર આવી રહી છે ફિલ્મ 'ધ આર્ચીઝ', ઝોયા અખ્તરએ સ્ટાર કાસ્ટની કરી જાહેરાત

માધુરીએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા :1994માં 'હમ આપકે હે કોન' ફિલ્મમાં માધુરીનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. મળતી માહિતી પ્રમાણે, આ ફિલ્મ માટે માધુરીએ 2,75,35,729 ફી વસૂલી હતી જે સલમાનની સરખામણીએ અનેક ગણી વધારે હતી. માધુરીએ વર્ષ 1999માં લોસ એન્જલિસના એક સર્જન ડૉ.શ્રીરામ માધવ નેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દિકરા છે અરીન અને રયાન. થોડા દિવસ પહેલા જ માધુરીએ કરણ જોહર દ્વારા નિર્મિત અને અભિષેકના દિગ્દર્શક હેઠળની કલંક ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં તે બે દાયકા બાદ સંજય દત્ત સાથે જોડીમાં જમાવતી જોવા મળે છે.

Happy Birthday Madhuri

ABOUT THE AUTHOR

...view details