ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Happy Birthday Kapil Sharma: કપિલ શર્મા માટે આજે ખાસ દિવસ, જાણો તેની આ ખાસ વાત - કપિલ શર્મા હિમાચલના પ્રવાસે

આજે શનિવારે કપિલ શર્માનો જન્મદિવસ (Kapil Sharma Birthday) છે. કપિલ શર્મા આ વર્ષે આ ખાસ દિવસની ઉજવણી હિમાચલ (Kapil Sharma In Himachal) માં જ તેના પરિવાર સંગ સેલિબ્રેટ કરી રહ્યાં છે. જગવિખ્યાત કોમેડિયન તરીકે ખ્યાતિ પામનાર કપિલ શર્મા અંગે આ ખાસ વાત તો જાણવી જ પડે...

Happy Birthday Kapil Sharma: કપિલ શર્મા માટે આજે ખાસ દિવસ, જાણો તેની આ ખાસ વાત
Happy Birthday Kapil Sharma: કપિલ શર્મા માટે આજે ખાસ દિવસ, જાણો તેની આ ખાસ વાત

By

Published : Apr 2, 2022, 10:11 AM IST

ન્યૂઝ ડેસ્ક:હાલ પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા હિમાચલના પ્રવાસે (Kapil Sharma In Himachal) છે. કપિલ શર્મા પોતાનો જન્મદિવસ (Kapil Sharma 41 Birthday) મનાવવા માટે 30 માર્ચે પરિવાર સાથે ધર્મશાળા પહોંચી ગયો હતો. 2જી કપિલ શર્મા ધર્મશાળાના મેકલિયોડગંજમાં એક હોટલમાં પરિવાર સાથે રોકાયો છે. કપિલ શર્માએ એમએચ વન પર કોમેડી શો 'હંસતે રહો હંસાતે રહો' માં કામ કર્યું હતું.

કપિલ શર્માએ વિવિધ કોમેડી શોમાં ભાગ લીધો: આ બાદ તેણે ઘ ગ્રેટ ઇન્ડિયવ લાઇટર ચેલેન્જમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. તે નવ રિયાલિટી ટીવી શોમાંનો એક છે, જે તેણે જીત્યો છે. 2007માં તેને આ શોના વિજેતા તરીકે ઘોષણા કરી હતી. સાથે જ તેણે 10 લાખની ઇનામી રકમ પણ જીતી, ત્યારબાદ તેણે સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન પર કોમેડી સર્કસમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો:પનવેલ ફાર્મહાઉસ કેસમાં કોર્ટે કહ્યું કે, સલમાન વિરુદ્ધ પુરાવા છે, માનહાનિનો કેસ ફગાવી દેવામાં આવ્યો

કપિલ શર્માએ 2013માં કરી આ શોનો પ્રારંભ:2013માં કપિલે તેના પ્રોડક્શન બેનરના 9 પ્રોડક્શન અંતર્ગત તેનો શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ લોન્ચ (The Kapil Sharma Show) કર્યો હતો. જે વિશ્વભરમાં હિટ થયો અને દુનિયાનો પ્રસિદ્ધ કોમેડી શોની ખ્યાતિ હાંસિલ કરી લીધી હતી. અમોલ પાલેકર દ્વારા સીએનએન-આઈબીએન ઈન્ડિયન ઓફ ધ યર એવોર્ડ્સમાં કપિલ શર્માને એન્ટરટેનર ઓફ ધ યર એવોર્ડ 2013થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કપિલે આટલી ઉંચી ખ્યાતિ ધરાવી: 2014ની લોકસભા ચૂંટણીમાં કપિલ શર્માને દિલ્હી ચૂંટણી પંચ દ્વારા દિલ્હીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

કપિલ શર્માનો જન્મ આ તારીખે: કોમેડિયન કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ અમૃતસર, પંજાબ ખાતે થયો હતો. તેણે અમૃતસરની ખાલસા કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. કપિલના પિતા પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. માતા જનક રાની ગૃહિણી છે. વર્ષ 2004માં કપિલના પિતાનું કેન્સરથી નિધન થયું હતું.

આ પણ વાંચો:Kapil Sharma In Himachal: કપિલ શર્મા આ જ્ગયાએ ઉજવશે તેનો 41મો બર્થડે

ABOUT THE AUTHOR

...view details