ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

હંસિકા મોટવાનીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત, અભિનેત્રી લાલ સાડીમાં ચમકી - હંસિકા મોટવાણી લગ્ન પહેલાની ઉજવણી

હંસિકા મોટવાની હવે સેટલ થવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્ન પહેલાના તહેવારો (actress pre wedding festivities) શરૂ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે, અભિનેત્રીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની (Hansika pre wedding festivities) શરૂઆત માતા કી ચૌકીથી થઈ છે. આ પ્રસંગે અભિનેત્રી લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Etv Bharatહંસિકા મોટવાનીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત, અભિનેત્રી લાલ સાડીમાં ચમકી
Etv Bharatહંસિકા મોટવાનીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત, અભિનેત્રી લાલ સાડીમાં ચમકી

By

Published : Nov 23, 2022, 2:26 PM IST

હૈદરાબાદઃ સાઉથ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી હંસિકા મોટવાની હવે સેટલ થવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્ન પહેલાના તહેવારો શરૂ થઈ (actress pre wedding festivities) ગયા છે. ખાસ વાત એ છે કે, અભિનેત્રીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની (Hansika pre wedding festivities) શરૂઆત માતા કી ચૌકીથી થઈ છે. આ પ્રસંગે અભિનેત્રી લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, આજથી 2 અઠવાડિયા પછી હંસિકા અને સોહેલ લગ્ન કરવા જઈ રહ્યા છે. બીજી તરફ હંસિકા અને સોહેલ કથુરિયા પ્રી વેડિંગ ફંક્શનમાં મિરર વર્ક સાથે સુંદર લાલ મેચિંગ કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. હવે આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હંસિકા મોટવાનીના પ્રી વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત, અભિનેત્રી લાલ સાડીમાં ચમકી

લગ્ન ક્યારે છે:મીડિયાની વાત માનીએ તો હવે અભિનેત્રીના લગ્નની તારીખ સામે આવી છે. અહેવાલ છે કે, દક્ષિણ ફિલ્મમાં સક્રિય અભિનેત્રી હંસિકા 4 ડિસેમ્બરે લગ્ન કરશે. આ પહેલા તારીખ 2જી ડિસેમ્બરે સૂફી નાઈટ ફંક્શન થશે અને તારીખ 3જી ડિસેમ્બરે મહેંદી અને સંગીત સેરેમનીનો કાર્યક્રમ છે. તેને એક શાહી લગ્ન કહેવામાં આવી રહ્યું છે, જે રાજસ્થાન સ્થિત 450 વર્ષ જૂના કિલ્લામાં થવા જઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મી દુનિયામાં હંસિકા મોટવાનીના લગ્ન શાહી લગ્ન થવા જઈ રહ્યા છે. કારણ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, જયપુરમાં સ્થિત આ કિલ્લાનું નામ મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસ છે, જે પિંક સિટીના લક્ઝરી સ્થળોમાંથી એક છે. આ કિલ્લો 450 વર્ષ જૂનો છે, જેને પ્રખ્યાત હસ્તીઓ દ્વારા મોટા કાર્યક્રમો માટે બુક કરવામાં આવે છે.

કોણ છે હંસિકાનો વર:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હંસિકા જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે, તે બિઝનેસમેન સોહેલ કથોરિયા છે.

હંસિકા મોટવાનીનો વર્કફ્રન્ટ: હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'શકા-લાકા બૂમ-બૂમ'થી કરી હતી. આ પછી તે 'સોન પરી' અને 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' જેવા શોમાં બાળ કલાકાર તરીકે પણ જોવા મળી છે. હંસિકા બોલિવૂડમાં પહેલીવાર ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં જોવા મળી હતી. આ પછી, તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી. હંસિકા છેલ્લે તમિલ ફિલ્મ 'મહા'માં જોવા મળી હતી. હંસિકા હવે જેએમ રાજા સરવનનની ફિલ્મ 'રાઉડી બેબી'માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details