હૈદરાબાદઃ સાઉથ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી હંસિકા મોટવાણી હવે સેટલ થવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્ન પહેલાના તહેવારો શરૂ થઈ ગયા છે. હવે હંસિકા મોટવાણીની મહેંદી સેરેમની (Hansika Motwani mehendi ceremony)ની તસવીર સામે આવી છે. આ પ્રસંગે તે લાલ શરારામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ હંસિકાના ભાવિ પતિ સોહોલ કથુરિયાએ પણ તેની મહેંદી લગાવી છે. અગાઉ હંસિકા અને સોહેલ કથુરિયા પ્રી વેડિંગ ફંક્શન (Hansika Motwani wedding)માં મિરર વર્ક સાથે સુંદર લાલ મેચિંગ કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. હવે આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હંસિકા મોટવાણીની મહેંદી સેરેમની:મહેંદી સમારોહમાંહંસિકામોટવાણી લાલ રંગના શરારા સેટમાં જોવા મળી હતી અને અભિનેત્રીના ચહેરા પર એક મોટું સ્મિત દેખાય છે. ઘરમાં ખુશીનો માહોલ છે અને લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.
લગ્ન ક્યારે છે:મીડિયાની વાત માનીએ તો હવે અભિનેત્રીના લગ્નની તારીખ સામે આવી છે. અહેવાલ છે કે, દક્ષિણ ફિલ્મમાં સક્રિય અભિનેત્રી હંસિકા તારીખ 4 ડિસેમ્બરે લગ્ન કરશે. આ પહેલા તારીખ 2જી ડિસેમ્બરે સૂફી નાઈટ ફંક્શન થશે અને તારીખ 3જી ડિસેમ્બરે મહેંદી અને સંગીત સેરેમનીનો કાર્યક્રમ છે. તેને એક શાહી લગ્ન કહેવામાં આવી રહ્યું છે, જે રાજસ્થાન સ્થિત 450 વર્ષ જૂના કિલ્લામાં થવા જઈ રહ્યું છે.