ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સુફિયાના સ્ટાઈલમાં હંસિકા મોટવાણીની સંગીત સેરેમની, જુઓ વીડિયોમાં કપલની ખાસ એન્ટ્રી - હંસિકા મોટવાણીના લગ્ન

સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણીના સંગીત સેરેમનીની એક ઝલક સામે આવી છે. હંસિકા બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે લગ્ન (hansika motwani wedding) કરવા જઈ રહી છે. આમાં હંસિકા અને સોહેલ ખૂબ જ સુંદર લાગી રહ્યા (Hansika Motwani Wedding Date) છે.

Etv Bharatસુફિયાના સ્ટાઈલમાં હંસિકા મોટવાણીની સંગીત સેરેમની, જુઓ વીડિયોમાં કપલની ખાસ એન્ટ્રી
Etv Bharatસુફિયાના સ્ટાઈલમાં હંસિકા મોટવાણીની સંગીત સેરેમની, જુઓ વીડિયોમાં કપલની ખાસ એન્ટ્રી

By

Published : Dec 3, 2022, 10:25 AM IST

હૈદરાબાદઃ સાઉથ અને બોલિવૂડની સુંદર અભિનેત્રી હંસિકા મોટવાણીની મહેંદી સેરેમની બાદ હવે સંગીત સેરેમનીની અદભૂત ઝલક સામે આવી છે. હંસિકા બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે લગ્ન કરવા જઈ રહી (hansika motwani wedding) છે. આ કપલ તારીખ 4 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યું (Hansika Motwani Wedding Date) છે. હવે હંસિકા અને સોહેલની સંગીત સેરેમનીની કેટલીક ઝલક સામે આવી છે. આમાં હંસિકા અને સોહેલ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

હંસિકા મોટવાણી કપલમાં જોવા મળી:હંસિકા મોટવાણીઅને સોહેલ કથુરિયાની સંગીત સેરેમની સુફિયાના શૈલીમાં કરવામાં આવી છે. અહીં કપલે સુફિયાના લુક પહેર્યા હતા. હંસિકાના પતિએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે તેના સંગીત સેરેમનીના કાર્યક્રમમાં એન્ટ્રી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરીને સોહેલે લખ્યું છે કે, 'ડ્રીમી એન્ટ્રી'. કપલના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

હંસિકા મોટવાણીની મહેંદી સેરેમની:ગઈકાલે હંસિકા મોટવાણી મહેંદી સમારોહમાં લાલ રંગના શરારા સેટમાં જોવા મળી હતી અને અભિનેત્રીના ચહેરા પર એક મોટું સ્મિત હતું. ઘરમાં ખુશીનો માહોલ છે અને લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

લગ્ન ક્યારે છે:મીડિયાની વાત માનીએ તો હવે અભિનેત્રીના લગ્નની તારીખ સામે આવી છે. અહેવાલ છે કે, દક્ષિણ ફિલ્મમાં સક્રિય અભિનેત્રી હંસિકા તારીખ 4 ડિસેમ્બરે લગ્ન કરશે. હંસિકાના લગ્ન રાજસ્થાન સ્થિત 450 વર્ષ જૂના કિલ્લામાં થવા જઈ રહ્યા છે.

શાહી લગ્ન: મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મી દુનિયામાં હંસિકા મોટવાણીના લગ્ન શાહી લગ્ન થવા જઈ રહ્યા છે. કારણ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, જયપુરમાં સ્થિત આ કિલ્લાનું નામ મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસ છે. જે પિંક સિટીના લક્ઝરી સ્થળોમાંથી એક છે. આ કિલ્લો 450 વર્ષ જૂનો છે, જેને પ્રખ્યાત હસ્તીઓ દ્વારા મોટા કાર્યક્રમો માટે બુક કરવામાં આવે છે.

કોણ છે હંસિકાનો વર:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હંસિકાજે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તે બિઝનેસમેન સોહેલ કથુરિયા છે.

હંસિકા મોટવાણીનો વર્કફ્રન્ટ: હંસિકાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'શકા-લાકા બૂમ-બૂમ'થી કરી હતી. આ પછી તે 'સોન પરી' અને 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' જેવા શોમાં બાળ કલાકાર તરીકે પણ જોવા મળી છે. હંસિકા બોલિવૂડમાં પહેલીવાર ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં જોવા મળી હતી. આ પછી તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. હંસિકા છેલ્લે તમિલ ફિલ્મ 'મહા'માં જોવા મળી હતી. હંસિકા હવે જેએમ રાજા સરવણનની ફિલ્મ 'રાઉડી બેબી'માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details