નવી દિલ્હી: ગુવાહાટીની 8 વર્ષની ગુંજન સિન્હા (Gunjan Sinha from Guwahati wins JDJ 10)ને ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10ની વિજેતા જાહેર કરવામાં આવી (Jhalak Dikhhla Jaa 10 winner) હતી. ગુંજન અને તેના પાર્ટનર તેજસ વર્મા, અન્ય એક બાળ ડાન્સર, ટ્રોફી જીતી અને 20 લાખ રૂપિયાનો ચેક ઘરે લઈ ગયા હતા. ઝલક દિખલા જા 10 નું પ્રીમિયર તારીખ 3 સપ્ટેમ્બરના રોજ 15 સેલિબ્રિટી સ્પર્ધકો સાથે થયું હતું. જેને બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત, ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નૃત્યાંગના અભિનેત્રી નોરા ફતેહી દ્વારા જજ કરવામાં આવ્યા હતા. કોમેડિયન મનીષ પોલે આ શોને હોસ્ટ કર્યો હતો.
ડાન્સ રિયાલિટી શો:ફાઈનલ દરમિયાન સ્પર્ધકોએ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રજૂ કર્યું હોવા છતાં, ભેડિયા કાસ્ટ સભ્યો વરુણ ધવન અને કૃતિ સેનન સેલિબ્રિટી ગેસ્ટ તરીકે દેખાયા હતા. કૃતિ અને માધુરી બંનેએ લજ્જા ગીત બડી મુશ્કિલ પર સાથે ડાન્સ કર્યો હતો. સલમાન ખાને જે બિગ બોસ 16 ને હોસ્ટ કરી રહ્યા છે, તેમની પ્રતિષ્ઠિત ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' માંથી માધુરી સાથે એક દ્રશ્ય ફરીથી બનાવ્યું હતું.
ટોચના પાંચ સ્પર્ધકો: રૂબીના દિલેક, ફૈઝલ શેખ, નિશાંત ભટ, ગુંજન સિંહા અને સૃતિ ઝા એકબીજા સામે સ્પર્ધા કરતા જોવા મળ્યા હતા. ડબલ એલિમિનેશન થયા પછી સૃતિ અને નિશાંતને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે સ્પર્ધા ટોચના 3 ગુંજન, ફૈઝલ અને રૂબીના સુધી મર્યાદિત રહી હતી અને અંતે નિર્ણાયકો દ્વારા ગુંજનને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ગુંજનનું નિવેદન:ડાન્સ દીવાને જુનિયર્સ સહિત અન્ય ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકેલી ગુંજને કહ્યું, "હું આ શોમાંથી ઘણું બધું પાછું લઈ રહી છું. ઘણી ક્ષણો અને યાદો મારી સાથે રહેશે. મારા પાર્ટનર તેજસ વર્મા અને કોરિયોગ્રાફર સાગર બોરા. મને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપતા રહ્યા." તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, "હું નિર્ણાયકો પાસેથી ઘણું શીખી છું અને જ્યારે નૃત્યની વાત આવે છે ત્યારે માધુરી મેડમ હંમેશા મારા આદર્શ રહા છે." ગુંજને એમ પણ કહ્યું કે, ''શરૂઆતથી જ તેનું મનપસંદ નૃત્ય સ્વરૂપ હિપ-હોપ છે અને તે 5 વર્ષની ઉંમરથી જ નૃત્યનો શોખ ધરાવે છે. તે હવે ડાન્સમાંથી કરિયર બનાવવા માંગે છે.'' આ ઉપરાંત તેમણે જાહેર કર્યું, "હું શ્રેષ્ઠ નૃત્યાંગના બનવા માંગુ છું."