અમદાવાદ: આજે રક્ષાબંધનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના કલાકારોએ પણ પોતાન ઓફિશિલ ઈન્સ્ટાગ્રામ પર તસવીર અને વીડિયો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી છે. અભિનેતાઓમાં વિક્રમ ઠાકોરથી લઈ યશ સોની સુધી અને ગાયક કલાકારોમાં કિર્તીદાન ગઢવીથી લઈને આદિત્ય ગઢવી સહિત પોતાના ચાહકોને શુભચ્છા પાઠવી છે.
વિક્રમ ઠાકોર: વિક્રણ ઠાકોરે પણ તેમની બહેનો દ્વારા બાંધવામાં આવેલી રાખડીની તસવીરોનું એક આલ્બમ શેર કર્યો છે. આ આલ્બમમાં 'જ્યાં સુધી રહેશે ચાંદો સુરજ, કરતો રહીશ વ્હાલ રે' સોન્ગ વિક્રમ ઠાકોરના સ્વરમાં સાંભળવા મળે છે.
યશ સોની: ગુજરાતના જાણીતા કલાકાર યશ સોનીએ પણ ચાહકોને રક્ષાબંધન પર વિશ કર્યું છે. તેમણે રાખી સાથે એક સુંદર નોંધ લખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ''મારે કોઈ બહેન નથી, પણ મારાથી તમારી જે આશાઓ બંધાયેલી છે એમની રક્ષા કરવાનો વાયદો કરુ છુ આ રક્ષાબંધને.''
સિદ્ધાર્થ રાંદેરિયા: સિદ્ધાર્થ રાંદેરિયાએ હું અને તું ફિલ્મની ટીમ તરફથી પોસ્ટ શેર કરીને રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''ભાઈ બહેનનાં નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન.''
મમતા સોની-કોમલ ઠક્કર: મમતા સોનીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીર શેર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી છે. ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ ચાહકો સાથે પોસ્ટ શેર કરીને રક્ષાબંધન પર્વ પર હાર્દિક શુભકામાનાઓ પાઠવી છે.
કિર્તીદાન ગઢવી: રક્ષાબંધનના ખાસ પ્રસંગે કિર્તીદાન ગઢવીએ એક વીડિયો શેર કર્યો છે. આ દરિમયાન તેમણે પોતાના મધુર અવાજે ભાઈ બહેનના પવિત્ર પર્વ પર 'કોણ ઝુલાવે લિમડી' સોન્ગ ગાયું હતું. વીડિયોમાં રક્ષાબંધન નિમિત્તે એક પોસ્ટ પણ જોવા મળે છે, જેમાં એક બહેન ભાઈને રાખડી બાંધી રહી છે તે ચિત્ર જોવા મળે છે. આ સાથે વીડિયો પોસ્ટમાં લખ્યું છે કે, ''ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક. રક્ષાબંધન પર્વની શુભકાનમાઓ.''
આદિત્ય ગઢવી-રાજલ બારોટ: આ ઉપરાંત આદિત્ય ગઢવીએ પણ 'કોણ હલાવે લીમડી' સોન્ગ ગાઈને શુભકામના પાઠવી છે. સિંગર રાજલ બારોટે પણ પોસ્ટ શેર કરીને રક્ષાબંધનની ઉજવણી કરી છે.
- Rakshabandhan 2023: કચ્છની સરહદની રક્ષા કરતા જવાનોને કાંડે કચ્છી કોયલ ગીતા રબારીએ બાંધી રાખડી
- Samandar Teaser: ગુજરાતી ફિલ્મ 'સમંદર' નું ટીઝર રિલીઝ, યશ સોનીએ કહ્યું 'આગ લગાવી દીધી'
- Raksha Bandhan 2023: અક્ષય કુમારથી રકુલ પ્રિત સિંહ સુધી આ કલાકારોએ રક્ષાબંધન પર શુભકામનાઓ પાઠવી, જુઓ તસવીર