અમદાવાદ:આજે આખો દેશ દેશભક્તિના ગીતોથી ગુંજી રહ્યો છે. આજે સ્વતંત્રતા દિસવ છે. આ અવસરે સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ શેર કરીને ભારતીય હોવાનું ગૌરવ અનુભવી રહ્યાં છે. ત્યારે બોલિવુડના કલાકારોએ પણ પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે ઢોલિવુડના કલાકારોએ પણ ચાહકોને અભિનંદન પાઠવ્યા છે.
વિક્રણ ઠાકોર દેશભક્તિના રંગે રંગાયા: ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે પણ પોતાના સોશિયલ મીડિયા પર બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં દેશભક્તિ ગીત સાંભળવા મળી રહ્યું છે અને આ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા ભારતીયો જોવા મળી રહ્યાં છે. આ વીડિયો શેર કરીને તેમણે ''વંદે મારતમ.'' લખ્યું છે. વિક્રમ ઠાકુરે એક બીજો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ''મેરા ભારત મહાન.''
હિતુ કનોડિયાએ મનાવ્યો સ્વતંત્રતા દિવસ: હિતુ કનોડિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'લેહરા દો' દેશભક્તિ સોન્ગ સાથે વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિતુ કનોડિયા તિરંગો લહેરાવી રહ્યા છે. આ સાથે તેમની પત્ની મોના થીબા તેમના પુત્ર રાજવિર સાથે તિરંગો લહેરાવી રહ્યાં છે. રાજવીરે રંગીન ઝભો પહેર્યો છે અને મોના થીબા વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. પોસ્ટ શેર કરીનેે હિતુ કનોડિયાએ 'જય હિંદ' લખ્યું છે.
કિર્દીદાન ગઢવીએ દેશભક્તિગીત સોન્ગ ગાયુ: આ સાથે ડાયરો માટે જાણીતા કલાકાર કિર્દીદાન ગઢવીએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોમાં તેઓ દેશભક્તિ ગીત 'દિલ દિયા હૈ જાન ભી દેંગે' ગાતા જોવા મળે છે. આ સાથે દર્શકો પણ ખુબ જ ઉત્સાહમાં તિરંગો લહેરાવતા જોવા મળી રહ્યાં છે. તેમણે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકાનાઓ. જય હિંદ જય ભારત.''
- Independence Day 2023: 20 વર્ષ પછી મણિપુરમાં સ્વતંત્રતા દિવસ પર હિન્દી ફિલ્મ પ્રદર્શિત થશે
- Gadar 2 Collection Day 4: સની દેઓલ અમિષા પટેલ સ્ટારર 'ગદર 2' ફિલ્મ 200 કરોડ ક્લબમાં પ્રવેશી
- Independence Day: બોલિવુડથી લઈને ટોલિવુડ સુધી, આ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ