હૈદરાબાદ: ગુજરાતની ફેમસ અભિનેત્રી મમતા સોનીએ 'કાચા બાદામ' સોન્ગના ગાયક ભુવન બદ્યાકાર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. પશ્ચિમ બંગાળના આ ગાયક સાથેની તસવીર શેર થતાં જ મમતા ચર્ચામાં આવી છે. મમતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભુવન સાથેની તસવીર શેર કરી છે. આ તસવીરના કેટલાક યુઝર્સો વખાણ કરી રહ્યાં છે, તો કેટલાક ટ્રોલ પણ કરી રહ્યાં છે. ગાયક ભુવન બદ્યાકાર એ 'કાચા બાદામ' ગીત ગાયને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થઈ ગયા હતા.
યુઝર્સની પ્રિતિક્રિયા:તસવીરમાં મમતા સોની યલો મીની ડ્રેસમાં જોવા મળે છે. યુઝર્સો અભિનેત્રીની પોસ્ટ પર પ્રિતિક્રિયા આપી રહ્યાં છે. જેમાં એક યુઝર્સે લખ્યું છે કે, 'મેડમ અબ યે ફેમસ નહી, હા પહેલે થા' કેટલાક યુઝર્સ કાચા બાદામ લખી રહ્યાં છે, તો કેટલાક નાઈસ કહી રહ્યાં છે. ભુવન એ પશ્ચિમ બંગાળમાં ગામડાના રહેવાસી છે. 'કાચા બાદામ' ગીત એ તેમણે પોતાની શૈલીમાં એવી રીતે ગાયું હતું કે, શ્રોતાઓ સાંભળતા જ રહી ગયા હતા. તેમની સોન્ગ ગાવાની અદભૂત કળાએ ચાહકોના દિલમાં આગ લગાવી દીધી હતી.
સોન્ગ દ્વારા પરિવર્તન: એક સમય એવો આવ્યો હતો કે, જ્યારે દરેક વ્યક્તિના વ્હોટ્સેપ અથવા ફેસબૂક પર 'કાચા બાદામ' સોન્ગ સાંભળવા મળતું હતું. તેમના ફેમસ થયેલા ગીત પર અસંખ્ય લોકોએ ડાન્સ વીડિયો બનાવ્યો હતો. ઘરે જીઈને કાચા બદામ વેચતા હતા. પરંતુ તેમના દ્વારા ગાવામાં આવેલા ફેમસ સોન્ગના કારણે તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું હતું. 'કાચા બાદા' સોન્ગ પર અંજલી અરોરાએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો અને લાઈકનો વરસાદ થયો હતો.
મમતા સોનીનો વર્કફ્રન્ટ: મમતા સોની એક ગુજરાતની ફેમસ અભિનેત્રી છે. મમતા સોની તાજેતરની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેમણે વિક્રમ ઠાકુર સાથે ઘણી ફિલ્મમાં અભિનય કર્યો છે. ચાહકોને વિક્રમ ઠાકુર અને મમતા સોનની જોડી ખુબજ પસંદ આવી હતી. મમતા સોનીનું 'રાધા' નામનું પાત્ર ખુબજ ફેમસ થયું હતું. કેટલાંક લોકો તેને 'રાધા'ના નામથી ઓળખે છે. તાજેતરમાં મમતા સોની આગામી ફિલ્મ 'ખારા પાણી ની પ્રિત'માં જોવા મળશે.
- Yash Dance Video: Kgf સ્ટાર રોકી ભાઈએ રામ્યા કૃષ્ણન સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
- Krishna Bhatts Marriage: ફિલ્મ નિર્માતા કૃષ્ણા ભટ્ટે વેદાંત સારદા સાથે લગ્ન કર્યા, આ હસ્તીઓએ હાજરી આપી
- Madhu Mantena Reception: રિસેપ્શનમાં આમિર ખાન, હૃતિક રોશન અલ્લુ અર્જુન સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા