હૈદરાબાદ: તારીખ 30 મેના રોજ 'એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી: ગોધરા'નું ટિઝર રિલીજ કરવામાં આવ્યું હતું. હાલ આ ફિલમ તાજેતરમાં ખુબજ ચર્ચામાં છે. આ પહેલી વાર નથી કે જ્યારે આ ગુજરાતના ગોધરામાં વર્ષ 202માં બનેલી ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. ઘણી ફિલ્મ બની છે જેમાં, ગોધરા કાંડના દ્રશ્યો જવા મળે છે. હિન્દી ભાષામાં ઘણી ફિલ્મ ગોધરા કાંડ પર બનાવવામાં આવી છે, પરંતુ આ બધી ફિલ્મમાં સીધી રીતે ગોધરા ઘટના અંગેનો સંકેત આપવામાં આવ્યો નથી.
નાણાવટી મહેતા રિપોર્ટ: વર્ષ 2002માં ગુજરાત સરકાર દ્વારા ગોધરામાં બનેલી ઘટનાની તપાસ કરવા માટે એક તપાસ પંચની રચના કરવામાં આવી હતી. નિવૃત્ત થયેલા ન્યાયાધીશ કે.જી અને નિવૃત્ત જજ જી.ટી.નાણાવટીનો સમાવેશ થાય છે. પરંતુ ખાસ વાત એ છે કે, કમિશનનો રિપોર્ટ આવે તે પહેલા કે.જી શાહનું અવસાન થયું હતું. તેમનું અવસાન થતાં જ તેમની જગ્યાએ નિવૃત્ત જજ અક્ષય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. જેને નાણાવટી-મહેતા રિપોર્ટ કહેવામાં આવે છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે પહેલાથી કરવામાં આવેલું આયોજન અને કાવતરું હતું.
ફિલ્મનું ટિઝર રિલીઝ: ગોધરાનું ટીઝરમાં કાળો કોટ પહેરેલો એક વ્યક્તિ ફાઈલ પકડીને ચાલતો જોવા મળે છે. જેના ઉપર લખ્યું છે કે, નાણાવટી મહેતા રિપોર્ટ. આ સાથે ફાઈલ પર વર્ષ 2008 લખ્યું છે. ગોધરા ફિલ્મના ટિઝરમાં જે ભયાનક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ દ્રશ્યો માત્ર ગોધરા ઘટનાના જ નહિં પરંતુ તે પછી થયેલા તોફાનો વિશેની ઘટનાને પણ રજુ કરે છે. આ ટિઝરમાં એક વ્યક્તિને રેલવે સેટશને ઉભેલો બતાવવામાં આવ્યો છે. આ વ્યક્તિનો ચહેરો જવા મળતો નથી. તે કોણ છે તે ઓળખી શકાતો નથી.
ચાંદ બુજ ગયા:આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ કરવામાં આવી હતી. 'ચાંદ બુઝ ગયા' શારિક મિન્હાજે દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા સર્ટિફેકેટ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ત્યાર બાદ તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ગોધરાની ઘટનાએ લવસ્ટોરીને વધુ રસપ્રદ બનાવી છે.