મુંબઈ: બોલિવુડના જુનિયર બચ્ચન એટલે કે, અભિષેક બચ્ચન ફરી એકવાર પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતવા જઈ રહ્યાં છે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સ્ટારર ફિલ્મ 'ઘૂમર' આજે તારીખ 18મી ઓગસ્ટે દર્શકો સમક્ષ રજુ કરવામાં આવી હતી. ફિલ્મનું સ્ક્રીનિંગ ગઈકાલે રાત્રી દરમિયાન રાખવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ વખતે ઝહીર ખાન અને યુવરાજ સિંહ સહિત ઘણા સ્ટાર ક્રિકેટરોએ હાજરી આપી હતી અને ફિલ્મ 'ઘૂમર'ની પ્રશંસા કરી હતી. એટલું જ નહિં પરંતુ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ હર્ષા ભોગલે અને વીરેન્દ્ર સેહવાગે પણ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી હતી.
અભિષેક-સૈયામીના અભિનયની પ્રશંસા: આ દરમિયાન ખેલાડીઓએ અભિષેક અને સૈયામી બંનેના અભિનયની પ્રશંસા કરી હતી. અહીં વિરેન્દ્ર સેહવાગ અને હર્ષા ભોગલેના મુખેથી પુત્ર અભિષેક બચ્ચનની પ્રશંસા સાંભળીને અમિતાભ બચ્ચનની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. આ દરમિયાન ફિલ્મનો શાનદાર રિવ્યુ આપવા બદલ બિગ બીએ આભાર વ્યક્ત કર્યો હતો. સ્ક્રીનિંગમાં પહોંચેલા ઝહીર ખાને લાઈટ ગ્રે કલરના પેન્ટ સાથે બ્લુ શર્ટ પહેર્યો હતો. યુવરાજ ડેપર લુકમાં જોવા મળ્યા હતા. તેમણે બ્લેક પેન્ટ પર બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું.
બિગ બીએ આભાર વ્યક્ત કર્યો છે:'ઘૂમર' ફિલ્મ જોયા પછી બે દિગ્ગજ ખેલાડીઓ હર્ષા ભોગલે અને વીરેન્દ્ર સેહવાગ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે શાનદાર રિવ્યુ આપ્યો હતો. વિરેન્દ્ર સેહવાગ અને હર્ષા ભોગલેએ આ ફિલ્મની પ્રશંસા કરતા ક્રિકેટરના વાસ્તવિક સંઘર્ષ વિશે ઘણી સારી વાતો કરી હતી. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને બંને સ્ટાર ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બિગ બીએ વીરેન્દ્રને લખ્યું છે કે, ''સેહવાગ જી, તમે આટલા સરળ શબ્દોમાં બહુ મોટી વાત કહી છે. મારી કૃતજ્ઞતા અને સ્નેહ.''
ઘૂમર ફિલ્મ રિલીઝ: ફિલ્મ 'ઘૂમર'નું નિર્દેશન આર. કે. બાલ્કીએ કર્યું છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સૈયામી ખેર, અંગદ બેદી અને અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ એક વાસ્તવિક રમતવીરના જીવન પર આધારિત છે, જેમણે અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. આ રમતવીરનું પાત્ર સ્ક્રીન પર સૈયામીએ ભજવ્યું હતું. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન કોચની ભૂમિકામાં છે. ફિલ્મ આજે તારીખ 18 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી છે.
- Saif Ali Khan Birthday: સૈફ અલી ખાનનો 53મો જન્મદિવસ, સારા ઈબ્રાહિમે કેક સાથે પિતાની મુલાકાત લીધી
- Saif Devara Look: 'RRR'ના આ અભિનેતાએ સૈફ અલી ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ફિલ્મ 'દેવરા'માંથી ફર્સ્ટ લુક કર્યો શેર
- Jacqueline Fernandez Case: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂર્વ પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી મળી