ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Gadar Re Released: 22 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ 'ગદર', એક ટિકિટ ફ્રી - સની દેઓલ ગદર

સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ફિલ્મ ગદર- એક પ્રેમ કથા 22 વર્ષ બાદ થિયેટરોમાં ફરી રીલીઝ થઈ છે. ફિલ્મની એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રી આપવામાં આવી રહી છે. તો વિલંબ શું છે. તમારા જીવનસાથી અને પરિવાર સાથે જાવ અને ફિલ્મ જોવાનો આનંદ માણો.

22 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ 'ગદર', એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રી
22 વર્ષ બાદ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ 'ગદર', એક ટિકિટ સાથે એક ટિકિટ ફ્રી

By

Published : Jun 9, 2023, 3:47 PM IST

મુંબઈઃબોલિવુડના ફેમસ અભિનેતા સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' બીજી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. જેથી દર્શકો ગદર ફિલ્મના બીજા ભાગને સમજી શકે.ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા' 22 વર્ષ પહેલા વર્ષ 2001માં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે આ ડાયલોગ્સ સાંભળવામાં આવે છે ત્યારે આજે પણ મજા પડી જાય છે.

ફરી રિલીઝ ગદર: જો નવી પેઢીએ સની દેઓલની આ ફિલ્મ ન જોઈ હોય, તો તેમણે કંઈ જોયું જ નથી. જો તમે સની દેઓલના પ્રખર પ્રશંસક છો અને તમે વિચારી રહ્યા છો કે, તમારું સપનું 'ગદર' થિયેટરમાં જોવાનું હતું, તો તમારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. 22 વર્ષ પહેલા સિનેમાઘરોમાં હાહાકાર મચાવનાર ફિલ્મ 'ગદર' ફરી એકવાર સિનેમાઘરોમાં ખળભળાટ મચાવનારી રીલિઝ થઈ છે.

એક ટિકિટ ફ્રી: આજે એટલે કે, તારીખ 9 જૂનથી ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા' સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ છે. તારીખ 9 જૂને ફિલ્મની મુખ્ય અભિનેત્રી અમીષા પટેલ પણ તેનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. સની દેઓલે પણ પોતાના ફેન્સનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મ માટે દર્શકોને એક ટિકિટ ફ્રી આપવામાં આવી રહી છે.

ફિલ્મ રિલીઝ ડેટ: 'ગદર-2'ની રિલીઝના બે મહિના પહેલા ગદર-એક પ્રેમ કથા દર્શકોને બતાવવામાં આવી રહી છે, જેથી તેઓ ફિલ્મનો બીજો ભાગ સરળતાથી સમજી શકે. ફિલ્મ 'ગદર-2' તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ દિવસે અક્ષય કુમારની 'ઓહ માય ગોડ'માં સની દેઓલની સામે જોવા મળશે. ડાયરેક્ટર અનિલ શર્માએ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે કે તેઓ પાછા હટવાના નથી.

  1. Nayanthara: નયનતારાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ, ઉજવણી પર વિગ્નેશે હનીમૂનની તસવીર કરી શેર
  2. OMG 2: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 કરશે ધમાલ, આ તારીખ થિયોટરોમાં જોવ મળશે
  3. Neha Mehta Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અંજલીના આ નાટકો રહ્યા છે જોરદાર

ABOUT THE AUTHOR

...view details