હૈદરાબાદ: સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત 'ગદર 2' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. આ ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં હજારો દર્શકોને આકર્ષિત કરી રહી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યાં અનુસાર, પ્રારંભિક અંદાજ મુજબ ફિલ્મની વિજયી થવાની ગતી ધીમી થવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરુવારે રિલીઝના 7માં દિવસે 'ગદર 2'એ 22 કરોડની કમાણી કરી હતી. આ સાથે સનીની ફિલ્મે કુલ 283.35 કરોડ રુપિયાની કરી લીધી છે.
Gadar 2 vs OMG: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 300 કરોડની નજીક, અક્ષય કુમારની 'OMG 2' 100 કરોડની નજીક - અક્ષય કુમાર
સની દેઓલની 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટે વૈશ્વિક સ્તરે રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર 'OMG 2' અને 'ગદર 2'ની જોરદાર ટક્કર થઈ રહી છે. આ બંને ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. તાજેતરમાં આ ફિલ્મને લઈ અક્ષય કુમાર અન સની દેઓલ ખુબ જ ચર્ચામાં છે. વાંચો અહીં 7માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન.
ગદર 2 બોક્સ ઓફિસ પર હિટ: ઈન્ડસ્ટ્રી ટ્રેકરે પણ આગાહી કરી છે કે, અનિલ શર્મા દિગ્દર્શિત ફિલ્મ શુક્રવારે આશરે 17 કરોડની કમાણી કરશે, જે માત્ર 8 દિવસમાં સ્થાનિક બજારમાં 300 કરોડની ઉપર લઈ જશે. ગુરુવારે ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મની 35.06 ટકા હિન્દી એક્યુપેન્સી જોવા મળી હતી. સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર સ્પર્ધાનો સામનો કરી રહી છે, તેમ છતાં હિટ સાબિત થઈ રહી છે. જ્યારે અક્ષય કુમારની 'OMG 2' એ બોક્સ ઓફિસ પર ધીમી ગતીએ આગળ વધી રહી છે.
OMG 2ની બોક્સ ઓફિસ પર કમાણી: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુંસાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ 'OMG 2' એ થયેટરોમાં 7માં દિવસે રુપિયા 5.25 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની કુલ કમાણી 84.72 કરોડ રુપિયા થઈ ગઈ છે. આ ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી હાલમાં 111.8 કરોડ રુપિયા છે. 'OMG 2' એ પહેલાથી જ ઓરિજિનલ ફિલ્મ 'OMG'ને પાછળ છોડી દીધી છે. થિયેટ્રિકલ રન દરમિયાન 81.46 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
- Jacqueline Fernandez Case: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને પૂર્વ પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી મળી
- Ghoomer Screening: 'ઘૂમર'ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા સ્ટાર ક્રિકેટર્સ, વિરેન્દ્ર સેહવાગે કર્યા વખાણ
- Dream Girl: આયુષ્માન ખુરાનાએ હેમા માલિની સાથે 'ડ્રીમ ગર્લ' સોન્ગ પર કર્યો અદભૂત ડાન્સ, ચાહકે કહ્યું 'શાનદાર'