મુંબઈ: સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' આખા ભરતમાં લોકપ્રિય છે. તારીખ 11 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે. દેશભરમાં આ ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે. આખરે ચાહકો ફિલ્મના રિલીઝની રાહ જોઈને બેઠા હતા તે રાહ હવે પુરી થઈ ગઈ છે. 22 વર્ષ પછી સની દેઓલ ફરી એક વાર તારા સિંહના અવતારમાં પાછા ફર્યા છે. ચાહકોમાં 'ગદર 2' ફિલ્મને લઈ ઘણો હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ 'ગદર 2' અંગે લોકોના રિવ્યુ આવી રહ્યા છે.
'ગદર 2'એ એડવાન્સ બુકિંગમાં બાજી મારી: કેટલાક લોકો જોરદાર ફિલ્મ કહી રહ્યા છે, તો કેટલાક લોકો ભોજપુરી ટાઈપ ફિલ્મ કહી રહ્યાં છે. તો ચાલો 22 વર્ષ પછી સની દેઓલ તારા સિંહની ભૂમિકા સાથે દર્શકો પર કેટલો પ્રભાવ પાડે છે તેના પર એક નજર કરીએ. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ગભરાટ પેદા કર્યો હતો. એડવાન્સ બુકિંગમાં ફિલ્મની 2 લાખથી પણ વધુ ટિકિટો વેચાઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ 22 વર્ષ પછી તારા સિંહની ભૂમિકામાં કેવો જાદુ કરે છે તે જોવાનું રહ્યું. અમીષા પટેલ એ સકીનાના રોલમાં જ્યારે ઉત્કર્ષ એ શર્મા તારા સિંહના પુત્ર જીતાના રોલમાં જોવા મળે છે. ઘણા ચાહકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે. તો, ઘણા લોકો તેને ભોજપુરી પ્રકારની ફિલ્મ કહેવામાં પાછા હટ્યા નથી.