મુંબઈ:બોલિવુડના શાનદાર એક્ટર સની દેઓલ અને બોલ્ડ એક્ટ્રેસ અમિષા પટેલ ફરી પોતાની ફિલ્મ સાથે જાદુ બતાવવામાં સફળ થયા છે. સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર તુફાન મચાવ્યું છે. 22 વર્ષ પછી પાછા ફરેલા તારા સિંહે ફરી એકવાર દર્શકોને ખુશ કરી દીધા છે. 'ગદર 2'ની આખી ટીમ ફિલ્મના ઓપનિંગ ડેના સારા કલેક્શનને જોઈને ખુબ જ ઉત્સાહિત છે.
Gadar 2 Screening: 'ગદર 2'ના સ્ક્રીનિંગમાં CM યોગી સહિત આ કલાકારોએ આપી હાજરી - CM યોગી આદિત્યનાથ
સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સે હાજરી આપી હતી.
ગદર 2 ફિલ્મનું સ્ક્રીનિંગમાં પહોંચ્યા આ કલાકારો: ગઈકાલે મુંબઈમાં ફિલ્મ ગદર 2નું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. સની દેઓલના નાના ભાઈ બોબી દેઓલ પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા. નાના પાટેકર પણ સની દેઓલ સાથે ખુબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. ગદર 2ના સ્ક્રીનિંગ દરમિાયન આખી રાત સ્ટાર્સનો મેળો યોજાયો હતો. અહિં સનીનો સનીનો આખો પરિવાર ફિલ્મ જોવા આવ્યો હતો.
સની દેઓલનો પરિવાર પણ સામેલ થયો હતો: સનીના પિતા ધર્મેન્દ્ર, બાળકો, ભાઈ બોબી દેઓલ અને તેમની પત્ની તાન્યા દઓલ સાથે આવ્યા આવ્યા હતા. બીજી તરફ નાના પાટેકર, જેકી શ્રોફ, સની દેઓલની ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટ ડેબ્યૂ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અહિં પોતાના હોટ અંદાજમાં જોવા મળી હતી. આ સિવાય વત્સલ સેઠ, 'ગદર 2'ની આખી ટીમ, અમિષા પટેલ સકીનાના પાત્રમાં સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન ઉત્કર્ષ શર્મા પણ સ્ક્રિનિંગમાં ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. મ્યુઝિક કંપોઝર મિથુન તેમની સિંગર પત્ની પલક મુછલ સાથે જોવા મળ્યા હતા. જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ધઈ પણ અહીં જોવા મળ્યા હતા.