મુંબઈ:બોલિવુડ એક્ટર ઉત્કર્ષ શર્માની આગામી ફિલ્મ 'ગદર 2' રિલીઝ માટે તૈયાર છે. તે પહેલા ફિલ્મ 'ગદર:એક પ્રેમ કથા'માં સની દેઓલ અને અમીષા પટેલે પોતાના શાનદાર અભિનયથી ચાહકોને આકર્ષિત કર્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યુ હતું. હવે ફિલ્મની સિક્વલમાં ફરી એક વાર આ જોડી બોક્સ ઓફિસ પર ધુમ મચાવા માટે આવી રહી છે. આ દરમિયાન નિર્મતાનાઓએ ફિલ્મનું 'મૈં નિકલા ગડ્ડી લેકે'નું નવું વર્ઝન સોન્ગ રિલીઝ કર્યુ છે.
gadar 2 New Verson Song : 'મૈં નિકલા ગડ્ડી લેકે' ન્યૂ વર્ઝન સોન્ગ આઉટ, જુઓ સની દેઓલની એન્ટ્રી - મૈં નિકલા ગડ્ડી લેકે ન્યૂૂ વર્ઝન સોન્ગ રિલીઝ
'ગદર: એક પ્રેમ કથા'ની સિક્વલ ફિલ્મ 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે હવે પ્રથમ 'ગદર' ફિલ્મમાં હિટ થયેલું ગીત 'મૈં નિકલા ગડ્ડી લેકે' ખુબ જ પ્રખ્યાત થયું હતું. આ ગીત 'ગદર 2'માં નવા વર્ઝન સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. જુઓ અહિં વીડિયો સોન્ગ.
મૈં નિકલા ગડ્ડી લેકે ન્યૂૂ વર્ઝન સોન્ગ: આ ગીતમાં સની અમિષા અને ઉત્કર્ષ સાથે મૂળ ગીતના આઈકોનિક હુક સ્ટેપને રિક્રિએટ કરે છે. જીતે-ઉત્કર્ષ પિતાને મોટરસાઈકલ ખરીદવાની વિનંતી કરે છે. પછી સકિના તારા સિંહને મોટરસાઈકલ ખરીદવા માટે સમજાવે છે. ત્યાર પછી વીડિયોમાં જોવા મળે છે કે, તારા સકિના એક તહેવારમાં તેમના પુત્રને નવી મોટરસાઈકલ આપે છે. આ પછી બન્ને બાઈક ચલાવતા હોય ત્યારે 'મૈં નિકલા ગડ્ડી લેકે' ગીત શુરુ થાય છે. આ દ્રશ્ય સકિનાને ખુબ જ પ્રભાવિત કરે છે. આ દરમિયાન જીતે તેમના માતા પિતા સાથે તેમના ગદર રોમાન્સ ફરીથી જાગ્રત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
OMG 2 સાથે ટક્કર થશે: મૈં નિકલા ગડ્ડી લેક મૂળ વર્ઝન પ્રખ્યાત સ્વર્ગસ્થ ગીતકાર આનંદ બક્ષી દ્વારા લખવામાં આવ્યું છે. મિથુન દ્વારા તેને ફરીથી બનાવવામાં આવ્યું છે અને ગોઠવવામાં આવ્યું છે. આ ગીત મિથુન સાથે પિતા અને પુત્રની જોડી ઉદિત નારાયણ અને આદિત્ય નારાયણે ગાયું છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ 'OMG 2'ને ટક્કર આપવા માટે 'ગદર 2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.