મુંબઈ:સની દેઓલની 'ગદર 2' ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ માચાવી રહી છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ શુક્રવારે વર્લ્ડવાઈડ રિલીઝ થઈ હતી. અનિલ શર્મા દ્વારા નર્દેશિત ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 135.08 કરોડ રુપિયાની કમાણી કરી છે. તારા સિંહ અને સકીનાનો જાદુ સોમવારે પણ યથાવત છે. શરુઆતના અનુમાન મુજબ ફિલ્મે ચોથા દિવસે 40 કરોડ રુપિયાની કમાણી કરી લીઘી છે.
Gadar 2 Collection Day 4: સની દેઓલ-અમિષા પટેલ સ્ટારર 'ગદર 2' ફિલ્મ 200 કરોડ ક્લબમાં પ્રવેશી - અમીષા પટેલ
સની દેઓલની 'ગદર 2' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે તેની રિલીઝના ચોથા દિવસે 150 કોરડનો આંકડો પાર કીર લીધો છે અને 200 કરોડ ક્લબમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા જઈ રહી છે.
ગદર 2નું ચાર દિવસનું કુલ કલેક્શન: 'ગદર 2'નું 4 દિવસનું કુલ કલેક્શન આશરે 174 કરોડ રુપિયાથી વધુ થઈ ગયું છે. આ ફિલ્મ હવે સ્વતંત્રતા દિવસે 200 કરોડના ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. 'ગદર 2'ના વિદેશી બિઝનેસ વિશે વાત કરીએ તો, ફિલ્મે પ્રથમ 4 દિવસમાં 3 મિલિયન ડોલરનો બિઝનેસ કર્યો છે અને તેની આજીવન કુલ 8 મિલિયન ડોલર સુધી જઈ શકે છે. શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' અને રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' પછી આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2023ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનશે.
સ્થાનિક સ્તરે બોક્સ ઓફિસ પર કમાણી: ભારતીય બજારમાં 'ગદર 2'એ તુફાન મચાવ્યું છે. 'ગદર 2' ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે 40.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 43.08 કરોડ, ત્રીજા દિવસે 52 કરોડ અને ચોથા દિવસે 40 કરોડ રુપિયાની કમાણી કરીને આગળ વધી રહી છે. આમ આ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેેશન 174.88 કરોડ રુપિયા થઈ ગયું છે.