મુંબઈ:અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત 'ગદર 2' ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ ત્રીજા દિવસે ચાલી રહી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે લગભગ 40 કોરડ રુપિયાની કમાણી કરીને અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'ને પાછળ છોડી દધી હતી. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન જાણવા માટે આગળ વાંચો. લગભગ 70 થી 75 કોરડના બજેટમાં બનેલી 'ગદર 2' ફિલ્મે બે દિવસમાં 100 કરોડની ક્લબમાં સ્થાન મેળવી લીધું છે.
Gadar 2 Collection Day 2: 'ગદર 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર, 'OMG 2'ને પાછળ છોડી દીધી - સની દેઓલ ગદર 2
બોલિવુડ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2' સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર તુફાન મચાવી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે લગભગ 40 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. તો ચાલો જાણીએ 'ગદર 2'એ રિલીઝના બીજા દિવસે કેટલી કમાણી કરી.
બોક્સ ઓફિસ કલેક્શન: અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'ને ટક્કર આપવા માટે સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવી હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે પોતાનો દબદબો જમાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ પ્રથમ દિવસે આશરે 40.10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે એટલે કે, પહેલા શનિવારે 'ગદર 2' ફરી એક વાર બોક્સ ઓફિસ પર 43 કરોડ થી 45 કરોડ રુપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હતી. સની દેઓલ, અમિષા પટેલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મે 2 દિવસમાં આશરે 83.10 થી 85.10 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે.
OMG 2 ફિલ્મને પાછળ છોડી દીધી: બોક્સ ઓફિસ પર 'ગદર 2' જોરદાર પ્રદર્શન કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તારા સિંહ અને સકીનાનો જાદુ રિલીઝના ત્રીજા દિવસે પણ ચાલું રહશે. એટલું જ નહિં એવુ પણ અનુમાન છે કે, ત્રીજા દેવસે બોક્સ ઓફિસ પર 45 કરોડ રુપિયા કે તેથી વધુ કમાણી કરે છો તો તે સની દેઓલની પ્રથમ અને 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની જશે અને શર્માની પણ પ્રથમ ફિલ્મ હંશે. આ ફિલ્મ હાલમાં બોલિવુડની બીજી મોટી ફિલ્મ 'OMG 2' સાથે બોક્સ ઓફિસ પર સ્પર્ધા કરી રહી છે..