હૈદરાબાદ:સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, સિનેમાઘરોમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ફિલ્મ 'OMG 2' સાથે રિલીઝ થઈ હતી. 'ગદર 2' એ વર્ષ 2001માં રિલીઝ થયેલી 'ગદર'ની સિક્વલ છે અને 'OMG 2' એ વર્ષ 2012માં રિલીઝ ફિલ્મ 'OMG'ની સિક્વલ છે. એક બાજુ અનિલ શર્મા નર્દેશિત ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ ઓપનિંગ ડેથી જ ધમાલ મચાવી રહી છે, જ્યારે 'OMG 2'ની ગતિ ખુબ જ ધીમી રહી છે. તો ચાલો , 'ગદર 2'ના બોક્સ ઓફિસ કલેક્શન તરફ એક નજર કરીએ.
gadar 2 Collection Day 18: 'ગદર 2' ફિલ્મ ઐતિહાસિક રેકોર્ડ બનાવવા જઈ રહી છે, અહિં જાણો 18માં દિવસનું કલેક્શન
સની દેઓલની ફિલ્મ 'ગદર 2' ખુબ જ ઝડપથી 450 કરોડ રુપિયાની કમાણી કરવાવાડી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. 450 કરોડનો આંકડો પાર કર્યા બાદ, હવે 500 કરોડની નજીક છે. તો, ચાલો આ ફિલ્મ રિલીઝ થયાને આજે 17માં દિવસે કેટલી કમાણી કરી અને 18માં દિવસે પ્રરંભિક અંદાજ કેટલો છે ? તે અહિં જાણો.
Published : Aug 28, 2023, 5:16 PM IST
|Updated : Aug 28, 2023, 5:38 PM IST
પ્રથમ સપ્તાહની કમાણી: સેકનિલ્કના અહેવાલ અનુસાર, 'ગદર 2'એ પ્રથમ દિવસે 40.1 કરોડ રુપિયાની ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. બીજા દિવસે 43.08 કરોડ રુપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 51.7 કરોડ રુપિયાની ઈન્ડયા નેટ કમાણી કરી હતી. ચોથા દિવસે 38.7, પાંચમાં દિવસે 55.4 કરોડ, છઠ્ઠા દિવસે 32.37 કરોડ અને સાતમાં દિવસે 23.82 કરોડ રુપિયાની કમાણી કરી હતી. કુલ 284.63 કરોનું કલેક્શન કર્યું હતું. બીજા સપ્તાહમાં 134.37 કરોડની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 3 સપ્તાહમાં પ્રવેશી છે.
ત્રીજ સપ્તાહની કમાણી: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મુજબ, ત્રીજા સપ્તાહમાં 15માં દિવસે એટલે કે, ત્રીજા શુક્રવારે 7.1 કરોડ રુપિયાનું ઈન્ડિયા નેટ કલેક્શન કર્યું હતું, જે આ ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન હતું. ત્રીજા શનિવારે 13.75 કરોડ, ત્રીજા રવિવારે 16.10 કરોડ અને ત્રીજ સોમવારે 5 કરોડ કેલક્શનો અંદાજ છે. 'ગદર 2'એ 17માં દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને કુલ 456.5 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. જ્યારે 18માં દિવસે બોક્સ ઓફિસ પર 5.00 કરોડની ઈન્ડિયા નેટ કમાણી અને કુલ 461.05 કરોડ કલેક્શનનો પ્રારંભિક અંદાજ છે.