ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Gadar 2 Box Office Collection: 'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની - સની દેઓલ

તાજેતરમાં સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2' ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મે શરુઆતથી જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 12માં દિવસે 400 કરોડની કમાણી કરીને ભારતામાં સૌથી વધુ કમાણી કરનારી 'પઠાણ', 'બાહુબલી' અને 'KGF' બાદ ચોથી ફિલ્મ બની ગઈ છે.

'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની
'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2023, 5:36 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેતા સની દેઓલ સ્ટારર ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય બોક્સ ઓફિસ પર 400 કરોડની કમાણી કરનારી ચોથી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ 510.74 કરોડના બજેડમાં બનેલી ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. તાજેતરમાં 'ગદર 2'એ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની: આ ફિલ્મે તારીખ 11 ઓગસ્ટના રોજ ઓપનિંગ ડે પર લગભગ 13 કરોડથી પણ વધુની કમાણી કરી હતી. તાજેતરમાં આ ફિલ્મે 400 કોરડ ક્લબનો આંકડો પાર કરી લીધો છે. 'ગદર 2'એ 12માં દિવસે પ્રારંભિક અંદાજ મુજબ ભારતમાં 400 કોરડનો આકંડો પાર કરી લીધો છે. આ ફિલ્મે ભાતીય ફિલ્મ જગતના ઈતિહાસમાં રેકોર્ડ બનાવ્યો છે. 'ગદર 2' એ ફિલ્મ જગતમાં ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની છે.

ગદર 2એ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ: સેકનિલ્કના અહેવાલ મુજબ, ભારતીય બોકસ ઓફિસ પર 3 ફિલ્મ સિમાચિહ્નરુપ છે, જેમાં શાહરુખ ખાનની 'પઠાણ', પ્રભાસની 'બાહુબલી' અને યશની 'KGF' સામેલ છે. ભારતમાં 400 કરોડથી વધુની કમાણી કરનારી હન્દી ભાષાની ફિલ્મ 'પઠાણ' 524.53 કરોડની કમાણી કરીને પ્રથમ સ્થાને છે. જ્યારે પ્રભાષની ફિલ્મ બાહુબલી 510.33 કરોડની કમાણી સાથે બીજા સ્થાને છે. જ્યારે 'KJG 2' 435.33 કરોડ રુપિયાની કામાણી કરીને ત્રીજા સ્થાને છે. આ વખતે 'ગદર 2'એ ચોથુ સ્થાન મેળ્યું છે. 'ગદર 2'એ મંગળવારે 11 કોરડથી વધુની કમાણી કરીને 400 કોરડના ક્લબમાં એન્ટ્રી કરી હતી.

કોણ છે ફિલ્મના કલાકારો: 'ગદર 2' અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં સની દેઓલ તારી સિંહની ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે અમીષા પટેલ તારી સિંહની પત્ની તરીકે સકીનાની ભૂમિકામાં છે અને ઉત્કર્ષ જીતે તરીકેની ભૂમિકામાં છે. ફિલ્મમાં જિતે એ તારા સિંહનો પુત્ર છે. આ ઉપરાંત આ ફિલ્મમાં ગૌરવ ચોપરા, મનીષ વાધવા, સિમરત કૌર પણ સામેલ છે.

  1. Chiranjeevi Upcoming Film: ચિંરજીવીના જન્મદિવસ પર આગામી ફિલ્મ 'મેગા 157'ની જાહેરાત
  2. Chandrayaan 3: પ્રકાશ રાજ ટ્રોલર્સના નિશાના પર, 'ચંદ્રયાન 3' પર મજાક ઉડાવવા બદલ નોંધાયો કેસ
  3. Bheruda Song Out: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો

ABOUT THE AUTHOR

...view details