ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી - હેઝલ કીચનો જન્મદિવસ

ભરતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ આજે તારીખ 28 ફેબ્રુઆરીએ 36મો જન્મદિવસ ઉજવી રહી છે. હેઝલને સૌથી વધુ ખ્યાતિ અપાવનાર બોલિવુડ ફિલ્મ 'બોડિગાર્ડ' છે. આવો જાણીએ કે, ક્રિકેટર યુવરાજ અને અભિનેત્રી હેઝલની લવ સ્ટોરી. આ દરમિયાન હેઝલના કેરિયર પર કરીએ એક નજર.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 28, 2023, 1:55 PM IST

નવી દિલ્હીઃભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની પત્નિ હેઝલ કીચનો આજે 36મો જન્મદિવસ છે. હેઝલના પિતા બ્રિટિશ મૂળના છે અને માતા બિહારના છે. હેઝલે TV સિરિયલમાં કામ કર્યુ છે, આ સાથે તેમણે ફિલ્મ જગતના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ બોડિગાર્ડમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમણે અભિનેત્રી કરીના કપૂર સાથે તેમની બહેનપણી તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યાર બાદ હેઝલને ખુબજ ખ્યાતિ મળી હતી. આ પ્રસંગે હેઝલ અને ક્રિકેટર યુવરાજ સિંહ સાથેની લવસ્ટોરી જાણવા માટે અહિં વાંચો.

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી

આ પણ વાંચો:Holi 2023: હોળીના અવસર પર તમારી જાતને ખાસ રીતે તૈયાર કરવા માટે, આ સુંદર તસવીરો પર એક નજર નાખો

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી

હેઝલનો 36મો જન્મદિસ: બાળપણથી જ હેઝલને ભારતીય શાસ્ત્રીય અને પશ્ચિમી ગીત પર ડાન્સ કરવાનો શોખ હતો. હેઝલ ડાન્સિંગ સિવાય સિંગિંગ અને એક્ટિંગ પણ કરતી હતી. હેઝલે પોતાના કરિયરમાં TV શો અને ફિલ્મમાં કામ કર્યું છે. પરંતુ ફિલ્મ 'બોડીગાર્ડ'માં કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવીને તેને પ્રસિદ્ધિ મળી હતી.

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી

હેઝલની બોલિવૂડમાં એન્ટ્રી: હેઝલ 18 વર્ષની ઉંમરે ભારતમાં રજાઓ દરમિયાન આવી હતી. તેમને મોડલિંગની ઓફર મળવા લાગી હતી. હેઝલે વર્ષ 2007માં તમિલ ફિલ્મ 'બિલ્લા' થી ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી. સૌથી વધુ ખ્યાતિ અપાવનાર બોલિવુડ ફિલ્મ 'બોડિગાર્ડ' છે. જેમાં સલમાન ખાન કરીના કપૂરનો બોડિગાર્ડ હોય છે. કરીનાની બહેનપણી તરીકેની ભૂૂમિકા હેઝલ ભજવે છે. લોકોને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આ પછી હેઝલે તારીખ 29 જૂન 2012ના રોજ રીલિઝ થયેલી સોનુ સૂદની ફિલ્મ 'મેક્સિમમ'માં આઈટમ સોંગ 'આ આંતે અમલપુરમ' કર્યું હતું. જેણે હેઝલને ખૂબ ફેમસ કરી હતી. હેઝલ વર્ષ 2013ના સૌથી હિટ TV શો 'બિગ બોસ 7'નો પણ ભાગ રહી ચૂકી છે. આ સિવાય હેઝલ 'કોમેડી સર્કસ' અને 'ઝલક દિખલા જા' શોમાં પણ જોવા મળી છે. હોલીવુડ ફિલ્મ હેરી પોટર સીરીઝ 3માં જોવા મળી હતી.

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી

આ પણ વાંચો:Indian Bridal Look: આ પાકિસ્તાની એક્ટ્રેસે લગ્નમાં ભારતીય બ્રાઈડલ લુક પસંદ કર્યો, આ જોઈ લોકો થયા ગુસ્સે

પ્રથમ મુલાકાત: હેઝલ અને યુવરાજને વર્ષ 2011માં એક ફ્રેન્ડના જન્મદિવસની પાર્ટીમાં પહેલી વાર મુલાકાત થઈ હતી. આ પાર્ટીમાં યુવીને હેઝલ એક નજરે ગમી ગઈ હતી. પરંતુ યુવરાજને આ બેઠકને આગળ વધારવા માટે લાંબી રાહ જોવી પડી હતી. જ્યારે યુવરાજે હેઝલને ડેટ પર લઈ જવા માટે કોલ માંગ્યો ત્યારે હેઝલ હા કહેતી હતી, પરંતુ બાદમાં તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. આ રીતે આ સિલસિલો ઘણા દિવસો સુધી ચાલ્યો હતો. ત્યારબાદ યુવરાજને ગુસ્સો આવ્યો અને તેણે હેઝલનો નંબર પોતાના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી દીધો હતો.

Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચનો 36મો જન્મદિવસ, આ પ્રસંગે જાણો લવસ્ટોરી

ફર્સ્ટ ડેટિંગ અને પ્રપોઝ: યુવરાજ સિંહે હેઝલને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવરાજે એક TV શો દરમિયાન હેઝલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 3 મહિના પછી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. પ્રથમ ડેટીંગ ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યું હતું. આ પ્રપોઝ હેઝલે સ્વિકારી લીધું હતું. તારીખ 30 નવેમ્બર 2016ના રોજ યુવરાજ અને હેઝલના લગ્ન થયાં હતાં. તેમને એક પુત્ર છે, જેનું નામ ઓરિઅન છે. હાલમાં આ કપલ સુખી લગ્નજીવન જીવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details