ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Odisha Train Accident: નેહા સિંહ રાઠોડનું નવું ગીત વાયરલ, સંગીતના માધ્યમથી સરકારને કર્યો પ્રશ્ન - ઓડિશામાં એક દર્દનાક ટ્રેન અકસ્માત

પોતાના ગીતો માટે હંમેશા ચર્ચામાં રહેતી નેહા સિંહ રાઠોડે ઓડિશામાં થયેલા દર્દનાક ટ્રેન અકસ્માત પર ગીત ગાયું છે. તેણે આ ગીત ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. આ ઉપરાંત તેણે આ ગીત દ્વારા કેન્દ્ર સરકારની મજાક ઉડાવી છે. સિંગર નેહા રાઠોડનું આ ગીત ખુબજ ઝડપથી વયરલ થઈ રહ્યું છે.

નેહા સિંહ રાઠોડનું નવું ગીત વાયરલ, સંગીતના માધ્યમથી સરકારને કર્યો પ્રશ્ન
નેહા સિંહ રાઠોડનું નવું ગીત વાયરલ, સંગીતના માધ્યમથી સરકારને કર્યો પ્રશ્ન

By

Published : Jun 7, 2023, 5:28 PM IST

મુંબઈ: યુપી-બિહારની પ્રખ્યાત લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ હંમેશા તેના ગીતો દ્વારા સામાજિક મુદ્દાઓને ઉઠાવે છે. હવે તેનું વધુ એક ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના પર વડાપ્રધાન મોદી પર પ્રશ્ન કરતા ગાવામાં આવ્યું છે. આ પહેલા નેહાએ સરકારને નવા સંસદ ભવન, સેંગોલ અને છોકરી કુસ્તીબાજોને ન્યાય ન મળવા અંગે સવાલ કર્યા હતા.

નવું ગીત વાયરલ: નેહાના નવા ગીતના બોલ છે 'કવચ ના રહે ટ્રેનમેં, દુર્ઘટના ભઈલ ભારી'. નેહાનું ગીત લોકોને પસંદ આવ્યું છે. તેના ગીતને ટ્વિટર પર બે દિવસમાં 8 હજારથી વધુ લોકોએ પસંદ કર્યું છે. નેહાએ અકસ્માત અંગે સરકારને સવાલો કર્યા હતા. નેહાનું નવું ગીત 'કવચ ના રહે ટ્રેનમેં, દુર્ઘટના ભઈલ ભારી' ઓડિશાના બાલાસોરમાં થયેલા દર્દનાક અને ભયાનક ટ્રેન અકસ્માત પર આધારિત છે.

ગીતના બોલ: આ ગીતમાં લોક ગાયિકા નેહાએ ટ્રેનોમાં કવચ ન લગાવવા બદલ સરકારની મજાક ઉડાવી છે. નેહાએ પોતાના ગીતમાં મોદી સરકારની ટીકા કરી છે. નેહાએ ગીત દ્વારા પ્રશ્ન કર્યો છે કે, ''કવચ ના રહે ટ્રેન મેં, દુર્ઘટના ભઈલ ભારી, તોહાર કૌસન ચોકીદીરી, એજી કેકર જિમ્મેદારી, કવચ કે પૈસા કે કરા હિસાબ, એ કલ્કી અવતારી, તૂ કહા નિભવલ યારી, તોહાર કૈસન ચોકીદારી.''

ઓડિશામાં ટ્રેન અકસ્માત:આ ટ્રેન અકસ્માત રવિવારે ઓડિશાના બાલાસોરમાં થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દેશના બહુ ઓછા લોકો તેને ભૂલી શકશે. બાલાસોરમાં ત્રણ ટ્રેન એક સાથે અથડાઈ હતી. આ અકસ્માતની વેદના લોકોના મનમાં વર્ષો સુધી તાજી રહેશે. સત્તાવાર આંકડાઓ અનુસાર ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા અને 1100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 275 લોકોમાંથી 101 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

ભયાનક ટ્રેન દુર્ઘટના: આ જીવલેણ ટ્રેન અકસ્માત ત્યારે થયો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ બાલાસોરમાં લૂપ લાઇન પર ઊભેલી માલગાડી સાથે અથડાઈ. અડીને આવેલા ટ્રેક પરના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી યશવંતપુરથી હાવડા જતી હાવડા એક્સપ્રેસ પણ વધુ ઝડપે દોડી રહેલા અસરગ્રસ્ત કોચ સાથે અથડાઈ હતી. આમ ત્રણ ટ્રેનોની ટક્કરથી આ ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી.

  1. Kriti Sanon: 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉતે 'સીતા' કૃતિ સેનનને કિસ કરી, લોકો ગુસ્સે થયા
  2. Sonnalli Seygall: સોનાલી સેહગલે સાત ફેરા લીધા, અભનેત્રી ગુલાબી સાડીમાં દુલ્હન બની
  3. Prabhas Hugs Kriti Sanon: પ્રભાસ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રીએ મંચ પર આગ લગાવી, ચાહકો થયા ખુશ

ABOUT THE AUTHOR

...view details