ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જાણો કોફી વિથ કરણમાં કરણે વસુલી આટલી ફી - આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

બોલીવૂડ સેલિબ્રિટિઝની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના રહસ્યોને લોકોની સમક્ષ લાવતા લોકપ્રિય ટીવી શો કોફી વિથ કરણની નવી સિઝનને લઈને ઉત્સુકતા જોવા જોવા મળી રહી છે ત્યારે જાણો કરણે આ શો માટે કેટલા રુપિયાની (Coffee With Karan fees ) માંગણી કરી હતી.

જાણો કોફી વિથ કરણમાં કરણે વસુલી આટલી ફી
જાણો કોફી વિથ કરણમાં કરણે વસુલી આટલી ફી

By

Published : Jul 15, 2022, 10:14 AM IST

હૈદરાબાદ: આ વખતે કરણે આ શો માટે મેકર્સ પાસેથી બહુ તગડી ફી (Coffee With Karan fees ) વસુલી હોવાનુ મનાઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ, કરણ પાસે આ સીઝન હોસ્ટ કરવાનો સમય નહોતો કારણકે, હાલમાં તે રોકી ઓર રાની કી પ્રેમ કહાની નામની ફિલ્મના શૂટિંગમાં (Rocky or Rani Ki Prem Kahani film shooting) વ્યસ્ત છે. જેની વચ્ચે આ શો હોસ્ટ બનવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે વધારે પૈસાની માંગ કરી કરી હતી.

આ પણ વાંચો:લલિત મોદી અને સુષ્મિતા સેનના લગ્નની ચર્ચા, મોદીએ ટ્વિટ કરીને કહ્યું- હવે આવું ન કહો

એક શો માટે એક થી બે કરોડ રૂપિયા: એવુ મનાય છે કે, કરણ એક શો માટે એક થી બે કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. નવી સીઝનના કુલ 22 એપિસોડ હશે અને તેમાં કરણ 40 થી 44 કરોડ રૂપિયા ફી વસુલવાનો છે.

આ પણ વાંચો:ક્રુઝ ડ્રગ્સ કેસ: NDPS કોર્ટનો નિર્ણય, NCB આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરશે

કરણની પહેલી સીઝન 2004માં રિલિઝ થઈ હતી: કોફી વિથ કરણની પહેલી સીઝન 2004માં રિલિઝ થઈ હતી. તેની અત્યાર સુધી કુલ 6 સીઝન આવી ચુકી છે. હવે સાત જુલાઈથી સાતમી સીઝન શરૂ થઈ છે અને પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ શોમાં જોવા મળશે. અને તાજેતરમાં રિલિઝ થનારા એપિસોડમાં જાનવી અને સારા અલી ખાન જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details