ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sushma Passes Away: ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન, પતિના મૃત્યુના 19 વર્ષ બાદ લીધા અંતિમ શ્વાસ - ફિલ્મ નિર્માતા વિજય આનંદ

ફિલ્મ નિર્માતા વિજય આનંદની પત્ની સુષ્માનું અવસાન થયું છે. પતિના મૃત્યુના 19 વર્ષ પછી દુનિયાને અલવિદા કહ્યું છે. હાર્ટ એટેકના કારણે સુષ્મા આનંદનું નિધન થયું છે. સુષ્માના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે ? તે જાણવા માટે આગળ વાંચો.

ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન, પતિના મૃત્યુના 19 વર્ષ બાદ લીધા અંતિમ શ્વાસ
ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન, પતિના મૃત્યુના 19 વર્ષ બાદ લીધા અંતિમ શ્વાસ

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 9:52 AM IST

મુંબઈ: દિવંગત ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્મા આનંદનું તારીખ 27 ઓગસ્ટના રોજ નિધન થયું હતુંં. મળતી માહિતી મૂજબ, કાર્ડિયક અરેસ્ટના કારણે અવસાન થયું હતું. વિજય આનંદ 'આનંદ પરિવાર'ના સદસ્ય હતા અને તેમના ભાઈઓ નિર્માતા-નિર્દેશક ચેતન આનંદ અને સદાબહાર દેવ આનંદ છે. વર્ષ 2004માં લગભગ 70 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે વિજય આનંદનું અવસાન થયું હતું.

વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન: મીડિયા રિપોર્ટ્સ અનુંસાર, રવિવારે તારીખ 27 ઓગસ્ટે સવારે બિમારીઓ સામે લડી રહેલી સુષ્માએ અંતિમ શ્વાસ લીધા હતા. સુષ્માના પતિ વિજય આનંદનું અવસાન લગભગ 19 વર્ષ પહેલા થયું હતું. કેટનાવ સ્ટુડીયોના મેનેજર કુક્કો શિવપુરી અનુસાર, કુર્સી પર બેઠા બઠા અચાનક પડી ગયા હતા. તેમને પડી જતા જોઈ ઘરના સદસ્યો તરત જ તેમની મદદ માટે દોડી ગયા હતા. તેઓએ સુષ્મા આનંદ સાથે વાતચિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ પણ જવાબ મળ્યો નહીં. ફેમિલી ડૉક્ટરે સુષ્માને મૃત જાહેર કર્યા હતા.

સુષ્મા આનંદના નિધનનું કારણ: સુષ્માના શરીરને હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. જ્યાં તેમના મૃત્યુની પૂષ્ટિ થઈ હતી અને મૃત્યુનું કારણ કાર્ડિયક અરેસ્ટ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, તેમના અંતિમ વિદાય સોમવારે તારીખ 28 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે થશે. તેમના અંતિમ સંસ્કાર સાંતાક્રૂઝ(પશ્ચિમ) પુલિસ સ્ટેશનની પાસે સાંતાક્રૂઝ સ્મશાન પર કરવામાં આવશે.

ફિલ્મ મેકર વિજય આનંન વિશે જાણો: ફિલ્મ નિર્માતા વિજય આનંદને ગ્લોડી આનંદના નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ સ્ક્રીન રાઈટર, એક્ટર, પ્રોડ્યૂસર, ફિલ્મ એડિટર તરીકે ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું છે. તેમણે 'ગાઈડ', 'તીસરી મંજિલ', 'જ્વેલ થીફ', 'જોની મેરા નામ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1978માં 'રામ બલરામ'ના ફિલ્મ દરમિયાન વિજય અને સુષ્માએ સાત ફેરા લિધા હતા. તેમનો એક દિકરો પણ છે, જેનું નામ વૈભવ છે.

  1. Ananya Panday video: આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે ફરી એક વાર થયા સ્પોટ, વીડિયો આવ્યો સામે
  2. Chandrayan 3: ISROની અગ્રણી મહિલા વૈજ્ઞાનિકો 'સાદું જીવન', 'ઉચ્ચ વિચ્ચાર'નું પ્રતિક છે- કંગના રનૌત
  3. Gadar 2: 'ગદર 2'ને પાકિસ્તાન વિરોધી કહી, સની દેઓલે આપી પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details