મુંબઈઃબોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આશરે રૂપિયા 4 લાખની છેતરપિંડીનો (Boney kapoor cyber fraud) વ્યવહાર કરવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસાર, 9 ફેબ્રુઆરીના રોજ કપૂરના ખાતામાંથી રૂપિયા 3.82 લાખ છેતરપિંડીથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. માહિતી મળતા જ બોનીએ તરત જ બેંક સાથે વાત કરી અને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. જો કે હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી.
ફિલ્મ નિર્માતા બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ, સાયબર ફ્રોડમાં ગુમાવ્યા રૂપિયા લાખો રુપિયા - ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ
બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ રૂપિયા 4 લાખના છેતરપિંડીભર્યા (Boney kapoor cyber fraud) વ્યવહારો થયા હતા.
આ પણ વાંચો:કૃતિ સેનને પિંક પછી લાલ શરારામાં તબાહી મચાવી, ચાહકોએ તસવીરો જોયા પછી કહ્યું - તબાહી મચાવી
એક કંપનીના ખાતામાં ગયા રૂપિયા: બુધવારે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની (Information Technology Act) સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બોની કપૂરને ખબર પડી કે તેના બેંક ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અને તેણે આ અંગે બેંકને પૂછપરછ કરી. ત્યારબાદ તેણે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. નિર્માતાએ પોલીસને જણાવ્યું કે, ન તો કોઈએ તેના ક્રેડિટ કાર્ડની વિગતો માંગી કે ન તો તેને આ અંગે કોઈ ફોન આવ્યો છે. પોલીસ અધિકારીઓને શંકા હતી કે બોનીકપૂર જ્યારે કાર્ડનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારે કોઈએ ડેટા મેળવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, કપૂરના કાર્ડમાંથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા હતા પરંતુ હજુ તે મામલે વિગતવાર તપાસ ચાલુ છે.