ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Contempt Case: ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અવમાનના કેસમાં નિર્દોષ, આગામી સુનાવણી 24મીએ થશે - મુખ્ય ન્યાયાધીશ એસ મુરલીધર

દિલ્હી હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો કે, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીને કોર્ટના અવમાનના કેસમાં સોમવારે કોર્ટમાં હાજર થવાનું છે. વિવેકે હાલમાં ઓરિસ્સા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો. વિવેક અગ્નિહોત્રી તેની ગયા વર્ષની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ખૂબ ચર્ચામાં છે.

Contempt Case: ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અવમાનના કેસમાં નિર્દોષ, આગામી સુનાવણી 24મીએ થશે
Contempt Case: ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અવમાનના કેસમાં નિર્દોષ, આગામી સુનાવણી 24મીએ થશે

By

Published : Apr 10, 2023, 4:35 PM IST

નવી દિલ્હી: ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને સોમવારે દિલ્હી હાઈકોર્ટે 2018ના અવમાનના કેસમાં સમન્સ પાઠવ્યું છે. કોર્ટે અગાઉ અગ્નિહોત્રીને તારીખ 16 માર્ચે રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ત્યારબાદ કોર્ટે તેમને તારીખ 10 એપ્રિલે હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે માફી માંગવા છતાં વિવેકને હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો:Bholaa box office collection: અજય દેવગણની ફિલ્મે બીજા વિકેન્ડમાં 70 કરોડ રૂપિયાનો આંકડો કર્યો પાર

ગૌતમ નવલખાની અટકાયત: હકીકતમાં વર્ષ 2018માં વિવેક અગ્નિહોત્રીએ જસ્ટિસ એસ મુરલીધર પર ભીમા કોરેગાંવ હિંસા કેસમાં પક્ષપાત અને કાર્યકર્તા ગૌતમ નવલખાને રાહત આપવાનો આરોપ લગાવ્યો હતો. ગૌતમ નવલખાની અટકાયત અને ટ્રાન્ઝિટ રિમાન્ડ કોર્ટે રદ કરી નિર્દોષ છોડી મૂક્યો હતો. આ અંગે અગ્નિહોત્રીએ જસ્ટિસ એસ મુરલીધર પર પક્ષપાતનો આરોપ લગાવતા ટ્વિટ કરીને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મુરલીધર વર્ષ 2006 થી 2020 સુધી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ હતા.

વિવેક અગ્નિહોત્રી ચર્ચામાં: ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રી તેની ગયા વર્ષની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં વર્ષ 1990માં કાશ્મીરી પંડિતોના વિસ્થાપનની સ્ટોરી કહેવામાં આવી છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં વિવેક તેની આગામી ફિલ્મ 'ધ વેક્સીન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સમગ્ર તબીબી સમુદાય અને વૈજ્ઞાનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, જેમણે કોરોનાના સમયગાળા દરમિયાન રાત-દિવસ કામ કર્યું અને પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:Nayanthara Temple Video: મંદિર પહોંચતા જ નયનથારાએ આપી ધમકી, જુઓ વીડિયો

જામીન અરજી સુનાવણી:દિલ્હી રમખાણોના કેસમાં રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા JDUના ભૂતપૂર્વ વિદ્યાર્થી શર્જીલ ઈમામની જામીન અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. આ પહેલા ટ્રાયલ કોર્ટે શરજીલ ઈમામની જામીન ફગાવી દીધી હતી. તારીખ 30 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે શરજીલની જામીન અરજી પર પોલીસનું વલણ માંગ્યું હતું. વર્ષ 2020માં દિલ્હીના રમખાણો દરમિયાન શરજીલે તારીખ 13 ડિસેમ્બરે જામિયામાં અને તારીખ 16 ડિસેમ્બરે AMUમાં ભાષણ આપ્યું હતું. ભાષણમાં આસામ અને પૂર્વોત્તરના ઘણા વિસ્તારોને દેશથી અલગ કરવાની વાત થઈ હતી. આના પર શરજીલ વિરુદ્ધ UAPAની અનેક કલમો સહિત દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details