ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Director Siddique: 'બોડીગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર - મલયાલમ ફિલ્મ નિર્દેશક સિદ્દીક

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન અભિનીત ફિલ્મ 'બોડીગાર્ડ'ના નિર્દેશક સિદ્દીકીનું નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવતા કોચીની ખાનગી હોસ્પિટલમાં દાખવલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. સાંજે 6 કલાકે સિદ્દીકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

'બોડિગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર
'બોડિગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર

By

Published : Aug 9, 2023, 11:00 AM IST

Updated : Aug 9, 2023, 11:20 AM IST

કોચીન: મલયાલમ ફિલ્મ નિર્દેશક સિદ્દીકીનું 63 વર્ષની વયે અવસાન થયું હતું. સિદ્દિકીને લીવર અને ન્યુમોનિયાની બીમારીથી પિડીત હતા. તેમને હાર્ટ એટેક આવતા કોચીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. દિવંગત જાણીતા ફિલ્મ નિર્દેશક સિદ્દીકીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમના મૃતદેહને સવારે 9 થી 12 કલાક સુધી કડવંત્ર રાજીવ ગાંધી સ્ટેડિયમમાં લોકોના દર્શન માટે મુકવામાં આવનાર હોવાના અહેવાલ હતા.

'બોડિગાર્ડ' ફિલ્મના નિર્દેશક સિદ્દિકીનું અવસાન, સાંજે 6 કલાકે થશે અંતિમ સંસ્કાર

દિગ્દર્શકને અંતિમ શ્રદ્ધાંજિલ: મલયાલમ સિનેમામાં સુપર હિટ ફિલ્મો આપનાર પ્રિય દિગ્દર્શકને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે કાકાકેરલમ કડવંત્ર ઈન્દોર સ્ટેડિયમમાં મલયાલમ સિનેમાના કલાકારો અભિનય ગુરુને ભાવનાત્મક વિદાય આપતા જોવા મળશે. સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી મલયાલમ સિનેમામાં હાજરી આપનાર તેમના પ્રિય સિદ્દીકીની અંતિમ દર્શન માટે તમામ ક્ષેત્રના લોકો અહિં પહોંચશે.

સિદ્દીકીના અંતિમ સંસ્કાર: તમામ સ્ટાર્સે વ્યક્ત કર્યુ કે, સિદ્દીકી માત્ર એક મહાન દિગ્દર્શક જ નહિં પણ સારા માણસ પણ હતા. કડવંત્ર ખાતે જાહેર દર્શન કર્યા બાદ મૃદેહને કક્કનાડ ચર્ચ પાસેના ઘરે લાવવમાં આવશે. તેમના નજીકના સંબંધીઓ અહીં અંતિમ દર્શન કરશે. ત્યાર બાદ સાંજે 6:00 કલાકે એર્નાકુલમ સેન્ટ્રલ જુમા મસ્જિદ કબ્રસ્તાનમાં સન્માન સાથે કબરમાં દફ્નાવવમાં આવશે.

સિદ્દીકની કારકિર્દી: સિદ્દિકીએ તેમની કારકિર્દીની શરુઆત મિમિક્રી આર્ટિસ્ટ તરિકે કરી હતી. ત્યાર બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યુ હતું. સિદ્દીકી કોચીન કલાભવન નામની મિમિક ટીમનો ભાગ હતા. આ એક સમયે કેરળમાં પ્રખ્યાત મિમિક્સ જૂથ હતું. તેમણે જાણીતા ફિલ્મ દિગ્દર્શક ફાસિલના સહાયક દિગ્દર્શક તરીકે મલયાલમ ફિલ્મમાં પ્રેવેશ કર્યો હતો. પછી તેમના સાથી મિમિક્રી કલાકાર લાલ સાથે ભાગીદારી સાથે સિદ્દિકીએ તેમના પોતાના ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું હતું. સ્ક્રિપ્ટ લેખન અને દિગ્દર્શન સિદ્દીકી અને લાલની જોડીએ સંભાળ્યું હતું.

સિદ્દીકીની હિટ ફિલ્મ: 'રામજી રાવ સ્પિકિંગ' તેમના નર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ છે. સિદ્દિકીએ 'બોડી ગાર્ડ' ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હિન્દી અને તમિલ ભાષામાં રિમેક કરવામાં આવી હતી. તેમની છેલ્લી ફિલ્મ 'બિગ બ્રધર' હતી. આ ઉપરાંત તેમણે 'હિટલર', 'ફ્રેન્ડ્સ', 'ક્રોનિક બેચલર', 'ભાસ્કર ધ રાસ્કલ' અને 'ફુકરી' જેવી હિટ ફિલ્મોનું પણ નિર્દેશન કર્યુ છે.

  1. Fahadh Faasil Birthday: નઝરિયા નાઝીમે પતિ ફહાદ ફાસિલના જન્મદિવસ પર રોમેન્ટિક તસવીર કરી શેર
  2. Bigg Boss Ott 2 Finale: બિગ બોસ Ott 2 ફિનાલેમાં અભિષેક મલ્હાન અને એલ્વિસ યાદવ વચ્ચે મજબૂત ટક્કર
  3. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના બિઝનેસમાં થયો ઘટાડો, 12માં દિવસે આટલી કમાણી કરી
Last Updated : Aug 9, 2023, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details